(જી.એન.એસ)લંડન,તા.૨૬
પત્નીના ગર્ભધારણ દરમિયાન જા પુરુષ સિગરેટ પીવે તો તેના પુત્ર થવાના સ્પર્મમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો થવાનો ખતરો થઈ શકે છે. સ્વીડનની લંડન યુનિવર્સિટીના એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. આ અભ્યાસ ૧૭થી ૨૦ વર્ષ સુધીની ઉંમરના ૧૦૪ યુવાનોના સ્પર્મના ઘનત્વમાં ૪૧ ટકા અને સિગરેટ ન પીતા હોય તેવા પિતાઓના બાળકોની સરખામણીએ ૫૧ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
યુનિવર્સિટીના જાનાથન એગ્જલ્સને જણાવ્યું કે તમામ રિસર્ચમાં આ બાબત સામે આવી છે કે જા માતા સિગરેટ પીતી હોય તો તેની માઠી અસર ગર્ભમાં ઉછરી રહેલા ભ્રૂણ પર પડતી હોય છે. પરંતુ આ રિસર્ચમાં પિતા પણ જા સિગરેટ પીતા હોય તો તેની નકારાત્મક અસર પુત્રો પર જાવા મળી છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સિગરેટ પીતા હોય તેવા પુરુષોના બાળકોમાં DNA સ્ટ્રેન્ડ વધુ બ્રેક થાય છે જેના કારણે બાળકોમાં ખોડખાપણ થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે.
ઉલ્લેખનીય છે કે, સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો અને વીર્ય સંબંધીત માપદંડોમાં નોંધાઈ રહેલ ઘટાડા પાછળ વાતાવરણ સાથે સંબંધિત કારણો પણ જવાબદાર છે. એવા ઈંડોક્રાઈનને અવરોધતા કેટલાક રસાયણો, કાટનાશક, તડકો, લાઈફસ્ટાઈલ જેવા ફેક્ટર્સ છે જેમાં ખાણી-પીણી, તણાવ અને બાડી માસ ઈન્ડેક્સ જેવી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





