અમદાવાદના દલાલ આત્મહત્યા મામલે કેવડિયા નર્મદા SRP ના ડી. વાય.એસ.પીનું નામ આવતા કેવડિયામાં ચકચાર 

0
25

આત્મહત્યા કરતા પહેલા ભરત પટેલે DYSP ચિરાગ સવાણીના નામનો ઉલ્લેખ કર્યો છે. અને જેનો મોબાઈલ નંબરનો પણ ઉલ્લેખ કર્યો છે. 

રાજપીપળા :  અમદાવાદ શહેરમાં બિટ કોઈન ના બ્રોકર ભરત પટેલ એ આત્મહત્યા કરી હતી અને ભરત પટેલે આત્મહત્યા કરી છે તેમાં તેઓ આત્મહત્યા કરતાં પહેલાં એક સુસાઈડ નોટ લખી છે. અને સુસાઈડ નોટ માં તેમને બે વ્યક્તિના નામ લખ્યા છે. અને તેમના ત્રાસ થી કંટાળી ને આત્મહત્યા કરી લીધી છે. ભરત પટેલે પોતાની સુસાઇડ નોટમાં લહ્યું છે કે હરનિશ સવાણી અને એમના નાના ભાઈ ચિરાગ સવાણી ઉર્ફે ચિરાગ પટેલ મારા ઘરે આવ્યા હતા. મેં બીટ કોઈનનું ટ્રેડિંગનું કામ કરતો હતો અને તેમને 5 બીટ કોઈન ટ્રેડિંગ કરવા આપ્યા હતા. જે લોસ થતા 5 બીટ કોઈન નંબર 11575 બીટ કોઈનનો હિસાબ માંગે છે. મારા પર બન્ને ભાઈનું ઘણું  પ્રેસર છે અને ચિરાગ સવાણી મારા ઘરે આવો પુરા બીટ કોઈન આપી દેવાની ધમકીઓ આપે છે , હું આપઘાત કરવા મજબુર બન્યો છું. અને સ્યુસાઇડ પાછળ આ બન્ને ભાઈઓ જવાબદાર છે. મારા ઘરા નિર્દોષ છે, આમ ભરત પટેલે પોતાની આત્મહત્યા માટે ડીવાયએસપી ચિરાગ પટેલને જવાબદાર ગણ્યા છે,ત્યારે ડીવાયએસપી ચિરાગ સવાણી ઉર્ફે ચિરાંગ પટેલ હાલમાં નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે એસઆરપી ગ્રુપ 18 માં ફરજ બજાવે છે. બીટ કોઈન દલાલની આત્મહત્યામાં તેમનું નામ આવતા કેવડિયા કોલોનીમાં ભારે હડકંપ મચી જવા પામી છે. તેમજ સ્ટેચ્યુ, નર્મદા ડેમના ફરજ બજાવતા જવાનો થી લઈને અધિકારીઓમાં આ મુદ્દે ભારે ચર્ચાઓ થઈ હતી ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવી હતી કે ડી વાય એસ પી ચિરાગ પટેલ પોતે શું કહેવા માગે છે. પરંતુ ચિરાગ પટેલ હાલમાં ઓફિસે ન હતા. તેમના ક્લબ હાઇસમાં પણ જોવા મળ્યા ન હતા અને આ બાબતે તપાસ કરતાં માલૂમ પડ્યું કે છેલ્લા ત્રણ દિવસથી તેઓ સરકારી કામે કેવડિયા થી બહાર છે. અને જેમણે કેવડીયાકોલોની નીકળી સૌરાષ્ટ્ર જતી મુખ્ય કેનાલમાં આજે ફરજ બજાવવાની છે કે નર્મદા મુખ્ય કેનાલના ચેકીંગ કરવા માટે વિઝીટ માં ગયા છે. અને તેઓનો મોબાઇલ પર સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેઓના સંપર્ક થઇ શકયો ન હતો પરંતુ અમદાવાદના બીટ કોઈન દલાલ આત્મહત્યા મામલે ડીવાયએસપી ચિરાગ પટેલનું નામ આવતા કેવડિયા માં ભારે ચકચાર મચી જવા પામી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY