ન્યુ દિલ્હી,તા.૨૭
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસીય યાત્રા પર શનિવારનાં રોજ રવાના થઇ ગયા. તેઓ ત્યાં ૨૮-૨૯ ઓક્ટોમ્બરનાં રોજ ભારત-જાપાન વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે. તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી બન્યા બાદ પોતાનાં જાપાની સમકક્ષ શિંઝો આબેની સાથે નરેન્દ્ર મોદીની આ ૧૨મી મુલાકાત લેશે. બંનેની વચ્ચે પહેલી મુલાકાત સપ્ટેમ્બર ૨૦૧૪માં થઇ હતી.
ત્યાર બાદ તેઓ અનેક અલગ-અલગ મોકા પર એકબીજાને મળી ચૂક્્યાં છે. પીએમ મોદી યાત્રા પર જવાનાં એક દિવસ પહેલા શુક્રવારનાં રોજ ટ્વિટ કરતા કહ્યું હતું કે હું શિંઝો આબે સાથે વાર્તા કરવાની રાહ જાઇ રહ્યો છું. આને લીધે ભારત અને જાપાનની વચ્ચે સંબંઘ હજી વધારે મજબૂત થશે.
તેઓએ કહ્યું હતું,”જાપાન એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. જેની સાથે અમારી એક વિશેષ સામરિક અને વૈશ્વિક ભાગેદારી છીએ. હું ભારતનાં નેતાઓ સાથે જાપાનનાં વ્યાપારિક નેતાઓ સાથે વાતચીત કરીશ. હું ત્યાંનાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીતનો ખૂબ આતુરતાપૂર્વક રાહ જાઇ રહ્યો છું. ભારત અને જાપાનની વચ્ચે મજબૂત વેપાર અને સાંસ્કૃતિક સંબંધ આપણાં લોકો અને દુનિયાને માટે ઉત્તમ છે.”
ઉલ્લેખનીય છે કે યામાનશીને માઉન્ટ ફુઝી જ્વાલામુખીને કારણથી ઓળખવામાં આવે છે. આ સ્થાન જાપાનની રાજધાની ટોક્્યોથી ૧૦૦ કિ.મી.નાં અંતર પર છે. માઉન્ટ ફુઝીની પાસે જ એક હોટલમાં પીએમ મોદીને માટે લંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વાર્ષિક સંમેલન પહેલા દિવસે એટલે કે ૨૮ ઓક્ટોમ્બરનાં રોજ પીએમ મોદી યામાનશીમાં જ રહેશે. અહીંયા તેઓ શિંઝો આંબે સાથે અનેક મુદ્દાઓ પર વાતચીત કરશે. ત્યાર બાદ તેઓ ફાનુક રોબોટિક્સ કેન્દ્રએ જશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





