રાજપીપળા શહેરમાં ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગનું નામોનિશાન નથી ત્યારે….

0
33

રાજપીપળાના બજારમાં આડેધડ વપરાતી કેરીઓ પકવવા માટેની કાર્બાઇડની પડીકીઓ બાબતે પાલિકા તંત્ર ચેકિંગ કરે તેવી માંગ 

કાર્બાઇડ થી પકવેલી કેરી સહિતના અન્ય ફ્રૂટ ઘણા ઊંચા ભાવે વેચાય છે ત્યારે આ ફ્રૂટ આરોગ્ય માટે ખતરારૂપ હોય તંત્ર કડક પગલાં લે એ જરૂરી છે 

રાજપીપળા : ઉનાળાની સીઝન શરુ થતાંજ બજારમાં ઉભી થનારી કેરીની માંગને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રાજપીપળાના ફ્રૂટ બજારમાં કાર્બાઈડની પડકીઓ અંગે ચેકીંગ હાથ ધરાવવું જોઈએ બજારના વેપારીઓ કારબાઈડથી કેરીઓ સહિતના ઘણા ફ્રૂટ પકવે છે જે લોકોના આરોગ્ય માટે બહુજ ખતરનાક છે છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી આ માટે ખાસ કોઈ કાળજી લેવામાં આવી નથી એક તરફ નર્મદા જિલ્લો ભરૂચ થી અલગ થયાને 20 વર્ષ થી વધુ સમય થવા છતાં રાજપીપળા ખાતે ફ્રુડ એન્ડ ડ્રગ ની કચેરી કાર્યરત નથી ત્યારે ક્યારેક ક્યારેક ભરૂચ ખાતે થી આવતા ફ્રુડ ઇન્સ્પેક્ટરો કોઈ ખાસ ચેકીંગ કરતા ન હોવાના કારણે ઘણા વેપારીઓ બેફામ મિલાવટ કરતા હોવાની બુમ ઉઠે છે ત્યારે એક માત્ર નગરપાલિકા ની ટિમ દ્વારા સમયાંતરે ચેકીંગ હાથ ધરાય છે પરંતુ પાલિકા પાસે પણ આરોગ્ય નો જરીરી સ્ટાફ ન હોય તેમજ સ્ટાફની અછત ના કારણે પાલિકા સત્તાધીશો ખાસ કઈ કરી શકતા નથી લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા કેટલાક વેપારીઓ સામે પાલિકાના કડક એવા ચીફ ઓફિસર અમિત પંડ્યા જરૂરી પગલાં લે તેવી લોક માંગ ઉઠી છે .

ચીફ ઓફિસર સાહેબ કડક પગલાં લે તો લોકોના સ્વાસ્થ્ય ન બગડે : મનોજ મેહતા, જાગૃત નાગરિક,રાજપીપળા

રાજપીપળા શહેરના એક વેપારી અને જાગૃત નાગરિક મનોજભાઈ મેહતા એ જણાવ્યું કે ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના તો ક્યારેક્જ અહીંયા ફરકે છે ત્યારે હાલ નગરપાલિકા માં મુકાયેલા ચીફ ઓફિસર ની કામગીરી ઘણી સારી અને કડક હોય એ સાહેબ પગલાં લે તો લોકોના સ્વાસ્થ્ય બગડતા અટકશે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY