ચેન્નાઈ,તા.૨૫
તમિલનાડુમાં ઈલીગલ માઈનિંગનાં આરોપી એ વઈકુંદરાજનની ફેક્ટરી વીવી મિનરલિસ પર ઈન્કમ ટેક્સના અધિકારીઓએ દરોડા પાડતા સપાટો બોલાવ્યો છે. આ સાથે જ તેમના ૧૦૦ અલગ-અલગ ઠેકાણાઓ પર પણ તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે એ વઈકુંદરાજન પર મોટા પાયા પર ઈલીગલ માઈનિંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
એ વઈકુંદરાજનની કંપની વીવી મિનરલ્સ દુર્લભ ખનિજા જેવા કે ગાર્નેટ, ઈલ્મેનાઈટ અને રૂટાઈલના દેશમાં સૌથી મોટા માઈનર અને એક્સ્પોર્ટર છે. વઈકુંદરાજન વિશે કહેવામાં આવે છે કે તેઓ કરોડોની મિલકતનાં માલિક છે તેમ છતા પણ તેઓ એક સાધારણ અને સામાન્ય વ્યક્તિની જેમ જ રહે છે. તેઓ કાટનનો સફેદ શર્ટ અને ધોતી જ પહરે છે. તેમજ મોટે ભાગે તેઓ ખુલ્લા પગે જ ફરતા હોય છે.
જા કે, એક આશ્ચર્યજનક બાબત એ પણ છે કે જમીનમાંથી ખનિજ અને મિનરલ્સનું ખનન કરવાની પરવાનગીનાં કુલ ૬૪ લાઈસન્સમાંથી ૪૫ લાઈસન્સ તો એ વઈકુંદરાજનનાં પરિવાર પાસે જ છે. જેમાંથી મોટા ભાગના લાઈસન્સ તો તેમના ભાઈઓ પાસે જ છે. ઉલ્લેખનીય છે કે, વઈકુંદરાજન પર ૨૦૦ ક્રિમિનલ કેસ અને ૧૫૦ જેટલા સિવિલ કેસ ચાલી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



