ચિદમ્બરનું કોર્ટે કામચલાઉ પ્રોટેક્શન વધારી ૨૯ નવેમ્બર સુધી રાહત આપી એરસેલ-મેક્સિસ કેસ : ઈડીએ દાખલ કરી ચાર્જશીટ, પી.ચિદમ્બરમ નંબર-૧ આરોપી

0
2

ન્યુ દિલ્હી,તા.૨૫
એરસેલ-મેક્સિસ કેસમાં યૂપીએ સરકારમાં રહેલા નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરની મુશ્કેલીઓનો વધારો થયો છે. ગુરૂવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)એ પટિયાલા હાઉસ કોર્ટમાં સ્પિલમેન્ટરી ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. આ મામલામાં ટોટલ નવ આરોપી બનાવવામા આવ્યા છે. ખાસ વાત તે છે કે, લિસ્ટમાં ચિદમ્બરમનું નામ સૌથી ઉપર છે.
પટિયાલા હાઉસ કોર્ટે આ સાથે જ આ મામલાની સુનાવણીની તારીખ નક્કી કરી દીધી છે. ચાર્જશીટ પર સુનાવણી ૨૬ નવેમ્બરે થશે. ઉલ્લેખનિય છે કે, આનાથી પહેલા સવારે ચિદમ્બરમને INX મીડિયા કેસમા દિલ્હી હાઈકોર્ટે થોડી રાહત આપી હતી. કોર્ટે આ મામલામાં ચિદમ્બરમનું કામચલાઉ પ્રોટેક્શન વધારીને ૨૯ નવેમ્બર સુધી કરી દીધું હતું.
આ વચ્ચે કોંગ્રેસે ચિદમ્બરમને જાણીજાઈને મામલામાં ફસાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું કે, ઈડી સરકારના કબ્જામાં છે અને જે પણ સરકાર વિરૂદ્ધ બોલે છે તેના વિરૂદ્ધ કેસ થઈ જાય છે.
તમને જણાવી દઈએ કે, કાર્તિ ચિદમ્બરમ દ્વારા વર્ષ ૨૦૦૬માં એરસેલ-મેક્સિસ ડીલ હેઠળ વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડ (એફઆઈપીબી)ની મંજૂરી મળવાની મામલાની તપાસ ઝ્રમ્ૈં અને ED કરી રહી છે. તે સમયે પી ચિદમ્બરમ નાણામંત્રી હતી. તેમના પર આરોપ છે કે, તેમને એરસેલ-મેક્સિસને એફડીઆઈની ભલામણો માટે આર્થિક મામલાઓની કેબિનેટ કમિટીને નજરઅંદાજ કરી દીધી હતી.
ઈડી અનુસાર એરસેલ-મેક્સિસ ડીલમાં ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે કેબિનેટ કમિટીની અનુમતિ વગર જ મંજૂરી આપી દીધી હતી, જ્યારે આ ડીલ ૩૫૦૦ કરોડ રૂપિયાની હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY