હવે નમો એપમાં ઈ-કોમર્સ કંપનીઓની જેમ વિવિધ વસ્તુઓ પણ મળશે..!!!

0
11

ન્યુ દિલ્હી,તા.૧૮
લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં નરેન્દ્ર મોદીની તરફેણમાં માહોલ ઉભો કરવા માટે હવે નમો એપ પર અનેક પ્રકારની વસ્તુઓ વેચવામાં આવી રહી છે. હવે નમો એપ પર નમો મર્ચેંન્ડાઇઝ પણ ઉપલબ્ધ છે. નમો એપ પર હવે ઇ-કોમર્સ કંપનીઓની જેમ દૈનિક ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ વસ્તુઓ પણ મળશે. પી.એમ. મોદીના ૬૮મા જન્મદિવસ પર તેની શરૂઆત કરવામાં આવી છે. આ એપથી થતી આવકનો ઉપયોગ સ્વચ્છ ગંગા મિશન માટે કરાશે.
નમો એપ પર વ્યવસાયનું સેક્શન પણ જાડવામાં આવ્યું છે. નમો એપ મર્ચેન્ડાઇઝ પર પ્રિન્ટેડ ટી શર્ટ, ટોપી, સ્ટીકર, નોટબુક, પેન વગેરેનું વેચાઈ થઇ રહ્યુ છે. તેના પર ‘નમો અગેન’, ‘નમો નમઃ’, ‘મેક ઇન ઈન્ડિયા’,ઈન્ડિયા મોડિફાઇડ’ વગેરે સ્લોગન લખાયેલા છે. તેનું વેચાણ સોમવારથી નમો એપ્લિકેસન પર શરૂ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે નમો એપને ૫૦ લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે.ફ્લિપકટના તર્જ પર નમો એપથી વસ્તુઓ વેચવા માટે એક હૌસિંગ પ્લેટફોર્મ ‘ફ્લાયકાર્ટ’ બનાવવામાં આવ્યું છે. જણાવવામાં આવીરહ્યું છે કે આ દિલ્હીના સુલ્તાનપુરમાં મુખ્યાલય ધરાવતી એક ફિરકી હોલસેલ પ્રાઇવેટ લિમિટેડની એક બ્રાન્ડ છે.
નમો એપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓફિશિયલ એપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકો સાથે જાડાવા અને અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નમો એપ્લિકેસનનો ઉપયોગ કરે છે. આ એપન તેમને દેશની જનતા સાથે જાડે છે. નમો એટલે નરેન્દ્ર મોદી એપ યૂઝર્સ સુધી લેટેસ્ટ ઇન્ફર્મેશન, અપડેટ્‌સ પહોંચાડે છે. ઉપરાંત એપની મદદથી તમે અલગ-અલગ કાર્યોમાં પોતાનું યોગદાન આપી શકો છો. નમો એપ પ્રધાનમંત્રી પાસેથી મેસેજ અને ઇ-મેઇલ મેળવવાનો માર્ગ છે. તેના દ્વારા તમે પ્રધાનમંત્રી સાથે વાત કરી શકો છો અને તમારા સૂચનો શેર કરી શકો છો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY