બાળ વૈજ્ઞાનિકો દ્વારા પર્યાવરણ, સ્વાસ્થ, ઉધ્યોગ સંસોધન અને ગાણિતિક કોયડાઓ ની 65 ક્રુતિઓ રજુ કરાઇ

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના વિજ્ઞાન મેળાઓ જિિલ્લા તાલીમ ભવન, નર્મદા, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને પીન્ટુલાલા વિદ્યા મંદિર બોરિયા શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો હતો, ત્રણ તાલુકાની 44 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઓની 65 કૃતિઓ એ ભાગ લીધો હતો, આ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પર્યાવરણ, સ્વાસ્થ, ઉધ્યોગ સંસોધન અને ગાણિતિક કોયડાઓ ની વિવિધ ક્રુતિઓ રજુ કરાઇ હતી જેને નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા ના હસ્તે ખુલ્લો મુકાયો હતો. જેમની સાથે બોરિયા આશ્રમ ના કમલાકર મહારાજ, આરોગ્ય સમિતિ ચેરમેન દિનેશ તડવી, શાળાના ટ્રસ્ટી યશપાલસિંહ ગોહિલ, પૂર્વ આચાર્ય ગજેન્દ્રસિંહ ગોહિલ, આચાર્ય દેવરાજસિંહ ખેર, શારદાબેન તડવી, કાનજી તડવી સહીત મોટી સંખ્યામાં વિજ્ઞાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બાળકોએ પ્રદર્શન નિહાળ્યું હતું

નાંદોદ વિધાનસભા ના ધારાસભ્ય પીડી વસાવા એ જણાવ્યું હતું કે આ વિજ્ઞાન મેળા થકી બાળકોની સુસુપ્ત શક્તિઓ બહાર આવે ગણિત વિજ્ઞાન જેવા વિષય માં રુચિ કેળવાય એ માટે ગણિત વિજ્ઞાન મેળા કરવામાં આવે છે અને આ કૃતિઓ થી બાળકોમાં સંશોધન માટેની વૃત્તિ કેળવાય છે જે સારી બાબત છે અને પીન્ટુલાલા વિદ્યા મંદિર દ્વારા સુંદર આયોજન કરાયું જેમના સંચાલકોને અભિનંદન પણ આપ્યા હતા.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






