બેરોજગાર યુવાન ની ઈમાનદારી ની સુવાસ પ્રસરી.

0
328

ગુમ થયેલ પાકીટ માં રોકડા બત્રીસ હજાર રૂપિયા હોઈ ઈમાનદાર યુવકે તેના માલિકને પાકીટ પરત કર્યું હતું.

ભરૂચ ના ઝાડેશ્વર વીસ્તાર માંથી કોઈનું ગુમ થઈ ગયેલ પાકીટ એક બેરોજગાર યુવાન ને મળતા તેના દ્રારા તેના અસલ માલિકને પાકીટ સોંપવામાં આવ્યું હતું.

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ૮ ના સભ્ય મનહર પરમાર ગતરોજ રાત્રીના પોતાના કામ અર્થે ઝાડેશ્વર વિસ્તારમાં ગયા હતા. તે દરમ્યાન તેવોનું પાકીટ રસ્તા માં પડી ગયેલ હતું જેની જાણ મનહર પરમારને તેવોને ઘરે પહોંચીયા ત્યારે થઈ હતી.

પરંતુ હજુ આ દુનિયામાં ઈમાનદારી બાકી છે તેનો પુરાવો ભરૂચના આદિવાસી,કો.ઓ. રેવાદર્શન સોસાયટી મનન આશ્રમ ની બાજુમાં રહેતા બેરોજગાર યુવાન અરૂણ સોમા વસાવા દ્રારા દેખાડવામાં આવી હતી.અરૂણ પણ પોતાના કામ અર્થે બહાર નીકળ્યો હતો ત્યારે તેને આ પાકીટ મળ્યું હતું અને તેને ખોલીને જોતા તે ચોકી ઉઠ્યો હતો પાકિટમાં કુલ બત્રીસ હજાર રૂપિયા અને મનહર પરમાર ના નામનું ચૂંટણી કાર્ડ મળી આવ્યું હતું.

પરંતુ અંદર કોઈ ફોન નંબર ના હોવાના કારણે તેણે રાતે પોતાના ઘરે જઈને ઈમાનદાર અરૂણ ને આજે સવારે ચૂંટણી કાર્ડના સરનામાં પર એકાદ કલાક ની પૂછપરછ બાદ શુભમ સોસાયટી સંભુ ડેરી સામે મળી આવતાં તેણે તે પાકીટ તેના અસલ માલીક મનહર પરમારના હાથમાં પરત અપાતા તેને મુખ પર ખુશી જણાઈ હતી.

જોકે મનહર પરમાર દ્રારા હાલના યુગમાં અરૂણ જેવા ઈમાનદાર લોકો છે તે માટે તેને અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY