આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ વિંગ દ્વારા ઉપાડવામાં આવેલ ગેબિયન વોલનો મુદ્દો જેમાં કરોડોની સરકારી જમીન નજીકમાં આવેલ બિલ્ડીંગના બિલ્ડર દ્વારા વાહન પાર્કિંગ જેવાં ઉપયોગમાં લઇ રહ્યા હોવાનું જાણવા મળેલ છે. ભવિષ્યમાં આ કરોડોની જમીન બિલ્ડરને મફતમાં લ્હાણી કરવાની વકી સેવાય રહી હોય એમ લાગી રહ્યું છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ અધુરી ગેબીયન વોલ હમણાં દફન થઈ ગઈ હોય એમ પણ લાગી રહ્યું છે.
ભરૂચ:
પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલ બુધવારે સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી ભરૂચ વિરોધપક્ષ દ્વારા ભરૂચનાં પાંચબત્તી સર્કલ રંગ ઉપવન ખાતે પાંચબતી-સોનેરી મહેલ રોડને અડીને આવેલ વિવાદાસ્પદ એવી ગેબિયન વોલ અને તેને લગતી કરોડોની સરકારી જમીન પર વર્ષો જૂની માંગ અનુસાર એક શહીદ સ્મારક બનાવવાની માંગ સાથે લોકોના મત માટે સહિ ઝુબેશ ઉપાડવા જઈ રહી છે. જોકે લોક ચર્ચા મુજબ ગેબીયન વોલનો ખર્ચો ત્યાં નજીકમાં બનેલ એક પ્રાઇવેટ બિલ્ડરને સીધો ફાયદો કરાવવા માટે જ કર્યો હોય એમ લાગી રહ્યું છે. કારણ હજુ સુધી આખી ગેબીયન વોલનું કાર્ય પૂરું થયું નથી, આ ગેબીયન વોલ અને કરોડોની જમીન હાલમાં તો સ્થળ પર આવેલ બિલ્ડર દ્વારા ખુલ્લેઆમ ઉપયોગમાં લેવાઈ રહી છે. ગેબીયન વોલ બનાવવાનો ઉદ્દેશ ૧૨ મીટર રોડ પહોળો કરવાનો હતો પરંતુ હજુ તેનું કામકાજ ખોરંભે ચઢતા રોડ પહોળો થયો નથી અને ૧૨ મીટર રોડ પહોળો કર્યા બાદ પણ ઘણી જગ્યા બચી જાય છે. જો આ જગ્યા બિનઉપયોગી બને તો સીધી રીતે બિલ્ડરને મોટો ફાયદો કરાવી આપે. જોકે હાલ માં પણ આ સમગ્ર જગ્યાનો ઉપયોગ બિલ્ડર દ્વારા વાહન પાર્કિંગ તેમજ અન્ય કામકાજ માટે શરૂઆતથી જ કરવામાં આવી રહ્યો છે. અગાઉથી જ આ જગ્યા વિરોધ ના વંટોળ વચ્ચે ઘેરાયેલ હોય તો પછી આ બિલ્ડરને જગ્યાનો વપરાસ કરતા રોકવા કોઈ પ્રયાસ તંત્ર દ્વારા કેમ કરવામાં નથી આવી રહ્યા જેવાં સવાલ પણ પ્રજા માં ઉભા થયા છે.
આ જગ્યાને જો કોર્ડન કરવામાં આવે તો નજીકમાં આવેલ બિલ્ડીંગનો અગ્ર ભાગ હોવાથી બિલ્ડીંગનો દેખાવ ખરાબ થવા પામે એમ છે. જોકે નકશા પ્રમાણે આ બિલ્ડીંગ બની છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. વિષય એ છે કે આવનાર સમયે આ જગ્યા પર શહીદ સ્મારક બનશે કે પછી બિલ્ડરને આ જગ્યાની લ્હાણી કરવામાં આવશે તે તો આવનાર સમય જ બતાવશે.
આ સમગ્ર મામલે સત્તાધારી પક્ષ શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. સત્તાધારીઓ શહીદ સ્મારક બનાવવા આગળ આવે છે કે બિલ્ડરને બચાવવામાં તે તો આવનાર સમયે ભરૂચની જનતાને જોવા મળશે.
જોકે આ સમગ્ર કાર્યક્રમને લઇને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવો જરૂરી બની ગયો હોય એમ લાગી રહ્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"