‘કેદારનાથ’ માટે સુશાંતે સારાને ઘોડેસવારીની ટીપ્સ આપી

0
75

મુંબઈ,તા.૧૬
ફિલ્મ સર્જક અભિષેક કપૂરની ફિલ્મ કેદારનાથ માટે અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતે પોતાની હીરોઇન સારા અલી ખાનને ઘોડેસવારીની ટીપ્સ આપી હતી.
કેદારનાથ, બદ્રીનાથ, વૈષ્ણોદેવી વગેરે યાત્રાધામો દરિયાની સપાટીથી ખાસ્સા ઊંચે આવેલાં છે એેટલે જે લોકો પગે ચાલીને ચઢાણ ન કરી શકે એમને માટે ખચ્ચર તરીકે ઓળખાતા ઘોડા હોય છે. સારા અલી ખાને કેટલાંક દ્રશ્યો ઘોડેસવારીના આપવાના હતા. આમ તો એ નવાબજાદી કહેવાય પરંતુ એણે હજુ સુધી ઘોડેસવારીની તાલીમ લીધી નથી એટલે ફિલ્મ માટે ઘોડેસવારી કરવાની આવી ત્યારે એને તકલીફ પડી હતી.
પરંતુ ફિલ્મના હીરો સુશાંત સિંઘ રાજપૂત અચ્છા ઘોડેસવાર છે અને ચંબલના ડાકુઓની એક ફિલ્મમાં એણે સારી એવી ઘોડેસવારી પણ કરી છે એટલે એણે સારા અલી ખાનને ઘોડેસવારી કરવામાં સારી એવી સહાય કરી હતી એમ આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્ર કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY