હજુ સુધી મને ધારી સફળતા મળી નથી : અભિષેક બચ્ચન

0
21

મુંબઈ,તા.૬
અનેક પ્રયાસો છતાં એ લિસ્ટના કલાકારોમાં ગણના મેળવી શકતો નથી એવા અભિનેતા અભિષેક બચ્ચને કહ્યું હતું કે હું મારા માતાપિતા જેવો પ્રતિભાશાળી નથી.
‘હું જે પરિવારમાં જન્મ્યો છું એના બંને વડીલો ધુરંધર કલાકારો ગણાય છે. એટલે મેં ફિલ્મ કારકિર્દી શરૃ કરી ત્યારે સ્વાભાવિક હતું કે મારા કામની તુલના મારાં માતાપિતા સાથે પણ થાય. મારી સમીક્ષા થતી ત્યારે મને લાગી આવતું કે મારાં માતાપિતા પર શી વીતતી હશે. અલબત્ત, બીજા અમિતાભ બચ્ચન થાવો નથી. હું એમની તુલનાએ જરાય કામિયાબ નથી એમ તમે કહી શકો. મારા પ્રયાસો હોય છે કે સારું કામ કરી બતાવું. પરંતુ હજુ સુધી એમાં મને ધારી સફળતા મળી નથી’ એમ અભિષેક બચ્ચને સ્વીકાર્યું હતું.
અન્ય એક સવાલના જવાબમાં એણે કહ્યું કે હું ક્રિકેટર યુવરાજ સિંઘની બાયો-ફિલ્મ કરતો નથી. હાલ એવી કોઇ યોજના જ નથી. આ અંગે વધુ માહિતી આપતાં એણે કહ્યું કે એક પત્રકાર પરિષદમાં મને પૂછવામાં આવ્યું હતું કે તમને કોઇ સ્પોર્ટમેનની બાયો-ફિલ્મ કરવાની તક મળે તો કોની કરશો ત્યારે મેં ક્રિકેટર યુવરાજ સિંઘનું નામ આપ્યું હતું. ત્યારથી આ અફવા વહેતી થઇ કે હું યુવરાજ સિંઘની બાયો-ફિલ્મ કરવાનો છું. વાસ્તવમાં એવી કોઇ ફિલ્મ સર્જકની યોજના નથી અને મને સાઇન કરવામાં આવ્યો નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY