મુંબઈ,તા.૧૨
શાહરૂખ ખાન અને સલમાન ખાનની દોસ્તી હાલમાં ચર્ચામાં છે ,તેમની પાક્કી મિત્રતા વચ્ચે થોડી મુશ્કેલી જરૂરથી આવૂ હતી પરંતુ બંને સ્ટાર્સ ફરી એક વખત નિકટ આવી ગયા છે. તેનું સબૂત ઘણા અવસરો પર સાથે જોવા મળે છે. સલમાન જ્યાં શાહરૂખની અપકમિંગ ફિલ્મ ‘ઝીરો’ના સોંગમાં જોવા મળશે, તો કિંગ ખાન હાલમાં જ દબંગ ખાનના ટીવી શો ‘દસ કા દમ’ના ફાઇનલમાં પહોંચ્યો હતો.
સલમાનના શોમાં શાહરૂખ પહોંચ્યો તો તેણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી. સેટથી બંનેની ઘણા ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. ફેન્સ પણ પોતાના ફેવરિટ ખાન્સને એકસાથે જોઇને ખુશ થઇ ગયા હતા.
મીડિયા રિપોટ્ર્સ અનુસાર, આ શોના શૂટિંગ દરમિયાન શાહરૂખે સલમાનની મજાક ઉડાવતા કહ્યુ કે, દિકરા અબરામની એક આદત સલમાન સાથે મળતી આવે છે. અબરામ જ્યારે પણ સલમાનની જેમ કોઇ છોકરી જોવે છે તો તેણે આઇ લવ યૂ કહી દે છે. આ સાંભળીને સલમાન સાથે જ સેટ પર ઉપસ્થિત બાકીના લોકો પણ હસવા લાગ્યા.
ફ્રેન્ડશિપની વાત કરતા શાહરૂખે માન્યુ કે, ઇન્ડસ્ટ્રીમા જો કોઇ તેનું સાચું મિત્ર છે તો તે સલમાન ખાન જ છે. તેણે કહ્યુ કે, કોઇપણ મુશ્કેલ સમય હોય તો આંખ બંધ કરીને સલમાન પર વિશ્વાસ કરી શકે છે. જણાવી દઇએ કે, શાહરૂખ ખાન હાલમાં આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’ના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા જોવા મળશે, તો સલમાન ખાન હાલમાં ‘ભારત’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં પણ કેટરિના લીડ રોલમાં જોવા મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





