વાયુસેનાએ એર સ્ટ્રાઇકમાં ૨૬૩ આતંકીઓ ખાતમો કર્યો..!!

0
8

ન્યુ દિલ્હી,તા.૧૨
પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતે કરેલી એર સ્ટ્રાઈક વખતે બાલાકોટમાં ૨૬૩ આતંકવાદીઓ મોજૂદ હતા. એક વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે દાવો કર્યો છે કે બાલાકોટના ટ્રેનિંગ કેમ્પમાં ભારતની એર સ્ટ્રાઈક પહેલા ઘણા આતંકવાદીઓ એકઠા થયા હતા.જેમાં જૈશ એ મહોમ્મદના કમાન્ડરો પણ સામેલ હતા.આ તમામની પાસે મોબાઈલ ફોન હતા.
નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા આતંકવાદીઓન મોબાઈલ સિગ્નલ ટ્રેક કરવામાં આવી રહ્યા હતા.એરફોર્સના હુમલા બાદ તમામ સિગ્નલ ગાયબ થઈ ગયા હતા.
હુમલો કરતા પહેલા પાંચ દિવસ સુધી સતત બાલાકોટ પર વાયુસેનાએ નજર રાખી હતી.હુમલો કરતી વખતે ચાર મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જ્યારે હુમલો થયો ત્યારે જૈશના ૧૮ સિનિયર કમાન્ડરો મોજૂદ હતા. આતંકવાદીઓ સિવાય કેમ્પમાં કામ કરવા માટે કૂક સહિત ૧૮ વ્યકિતઓનો સ્ટાફ પણ મોજૂદ હતો.
એવુ કહેવાય છે કે ૧ માર્ચથી આ આતંકીઓની તાલીમ શરુ થવાની હતી.એવો પણ રિપોર્ટ છે કે આ હુમલાથી જૈશની કમર તુટી ગઈ છે.અફઘાનિસ્તામાં અમેરિકા સામે અગાઉ લડનારા આતંકવાદીઓ લાપતા છે.જેમાં મુફતી ઉમર, મૌલાના જાવેદ, મૌલાના અસલમ, મૌલાના અજમલ જેવા નામ સામેલ છે.આ તમામ મસૂદ અઝહરના નિકટના સાથીદારો ગણાય છે.
વાયુસેનાએ બાલાકોટમાં જૈશના જે કેમ્પને ટાર્ગેટ કર્યો ત્યાં નવ ઈમારતો હતી.આ પૈકી ચાર જ ઈમારતો પર સ્ટ્રાઈક કરવામાં આવી હતી.આતંકવાદીઓ અલગ અલગ ઈમારતોમાં રોકાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY