મુંબઈ,તા.૨૫
દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યાગપતિ મુકેશ અંબાણીની એકની એક લાડકી પુત્રીની થોડા સમય પહેલા આનંદ પીરામલ સાથે ઈટલીમાં ખુબજ ધામધુમથી સગાઈ કરવામાં આવી છે. ઇટલીમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં સમગ્ર દુનિયામાંથી મોટા મોટા ઉદ્યાગપતિઓ, ફિલ્મી હસ્તીઓનો મેળાવડો જામ્યો હતો. આ વર્ષના અંત સુધીમાં ઈશા અને આનંદ પરિણય સૂત્રથી બંધાઈ જશે. બંને પરિવારોમાં અત્યારે લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઈશા પોતાના લગ્નમાં કોઈ કસર બાકી રાખવા નથી માંગતી. તે ખુદ લોકેશન પસંદ કરી ડિઝાઈન બનાવશે.
એશિયાની સૌથી ૧૨ પાવરફુલ બિઝનેસ વુમનની યાદીમાં ઈશાનું મુખ્ય સ્થાન છે. ઈશા અંબાણી અસલ જીંદગીમાં એક રાજકુમારી જેવુ વૈભવી જીવન જીવે છે. ખાસ વાત એ છે કે ઈશા એ ખુબજ નાની ઉંમરમાં સફળતાનો સ્વાદ ચાખ્યો છે. અંબાણીની પુત્રી રૂપે નહી પણ પોતાની મહેનતના કારણે તેણે આ સ્થાન મેળવ્યુ છે. વર્ષ ૨૦૧૫માં ઈશા અંબાણીનું નામ ફોર્બ્સની યાદીમાં સૌથી નાની ઉંમરમાં સમાવેશ પામી છે. ઈશા અંબાણીએ અરબપતિ મહિલાઓમાં બીજુ સ્થાન મેળવ્યુ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની આ લાડલી કઠોર પરિશ્રમમાં વિશ્વાસ ધરાવે છે. ૨૦૧૮માં ફોર્બ્સની ઉત્તરાધિકારીઓની યાદીમાં નંબર ૨ પર સ્થાન મેળવ્યુ છે.
ઈશા અંબાણી થોડા સમયમાં જ પીરામલ ખાનદાનની પુત્રવધુ બની જશે. હાલ ઈશા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કેટલીયે કંપનીઓમાં મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. ઈશા અંબાણીની હર વર્ષની કમાણી લગભગ ૪૭૧૦ કરોડ રૂપિયા છે. ઈશા ૧૬ વર્ષની ઉમરથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ૮૦ મિલિયન ડોલરના શેરોની માલિકી ધરાવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





