ગરુડેશ્વરનાં અક્તેશ્વર ગામના સરપંચ સહીત પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષક રૂ.૧૭,૦૦૦ની લાંચ લેતાં રંગે હાથે ઝડપાયા

0
3886

મહિલા શિક્ષિકાઓ પાસેથી બીલ પાસ કરાવવા માંગી હતી લાંચ, મહિલાના ફરિયાદનાં આધારે એસીબી નર્મદા એ ગોઠવ્યું હતું છટકું

રાજપીપળા:

શિક્ષક અને સરપંચ કે જે બંને સમાજને આગળ ધપાવવા માટે ઉદાહરણ રૂપી વ્યક્તિત્વ ધરાવનાર હોદ્દા છે. પરંતુ આજે આવા જવાબદાર હોદ્દા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા સમાજને લાંછનરૂપી કૃત્ય કરતા ઝડપાયા હોય તેવો એક દાખલો પ્રકાશમાં આવ્યો હતો.

 રાજપીપલા :નર્મદા જિલ્લાના  ગરુડેશ્વર તાલુકાના એકતેશ્વર પ્રાથમિક શાળામાં કરાર આધારિત ફરજ બજાવતી સાંજરોલી ની શિક્ષિકા  હંસા મનહર તડવી અને સુમિત્રા તડવી ના મહિના ના 2000 રૂપિયા પગાર લેખે ફેબ્રુઆરી 2017 થી નાણાં બાકી હતા  એટલે એક ના 9 મહિના લેખે 18000 અને બીજી બેનના 8 મહિના લેખે 16,000 આમ કુલ મળી 34000 નું બીલ લેવાનું હતું જે પાસ કરવા શાળાના મુખ્ય શિક્ષક ગોવિંદ સબૂર સોલંકી અને ગામના સરપંચ દિપક સુરેશ તડવી  આ બંને એ તેના નાણાં કઢાવી આપવા 50 ટકા કમિશન માંગ્યું હતું। અને જે બિલ પાસ પણ કરાવી દીધું હતું જે થી આ શિક્ષિકાઓ પર પોતાના કમિશન માટે ફોર્સ કરતા મહિલાઓએ નર્મદા ACB  માં ફરિયાદ કરી હતી ને આજ રોજ ACB નર્મદા એ છટકું ગોઠવી 17 હાજર ની લંચ લેતા ઝડપી પાડ્યા હતા. ACB પોલીસે બંને ને ઝડપી જેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 
રિપોર્ટર: ભરત શાહ, રાજપીપળા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY