વગુસણા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે સાયકલ સવારનું મોત

0
221

પાલેજ:

બનાવની પોલીસ સુત્રીય માહિતી અનુસાર ને.હાઇવે ૮ પર આવેલ ભરૂચ તાલુકાના વગુસણા ગામ નજીક આવેલી હોટલ સર્વોત્તમ પાસે ગત રાત્રીના ૮.૦૦ વાગ્યાની આસપાસ ભરૂચના રહેવાસી નગીનભાઇ નરોત્તમભાઇ માછી ઉ.વ. ૪૮  સાયકલ લઇને કોઇક કામ અર્થે ભરૂચ થી લુવારા ગામે જઇ રહ્યા હતા  તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકની અડફેટે એક સાયકલ સવારનું કમકમાટીભર્યુ  મોત નિપજવા પામ્યું હતું. જોકે  અકસ્માત સંદર્ભે દિલીપભાઇ નરોત્તમભાઇ માછી રહે. નારાયણકુંજ, ડેરા તલાવડી, ભોલાવ ભરૂચ મૂળ રહે. ભીમપુરા તા. ડભોઇ જી. વડોદરાનાઓએ નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોધી ફરાર વાહન ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ વધુ તપાસ નબીપુર પોલીસ કરી રહી છે.

રિપોર્ટર : ઉવૈસ લાંગીયા.પાલેજ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY