આટકોટ,તા.૧૬
સવારના સાત વાગ્યે આટકોટમાં એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત થયું હતું. બાપુનગર જઇ રહેલી સુલતાનપુર-બાપુનગર બસ આટકોટ બસ સ્ટેન્ડની ગોળાઈ પાસે વળી રહી હતી, ત્યારે ભાવનગર તરફથી રાજકોટ જતા ટ્રક અકસ્માત થયો હતો. જેને કારણે ટ્રક એક હોટલમાં ઘુસી જતા ચા પીવા આવેલા યાત્રિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેને પગલે હોટલ પાસે ઉભાં રહેલા અન્ય લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી.
તેની સાથે સાથે આ દરમિયાન એક મોટી દુર્ઘટના પણ અટકી હતી. આ જગ્યાએ કાનપર તરફ જીઇબીની ૬૬ કેવીની લાઈન જાય છે, જા ટ્રક આ લાઈનનાં થાંભલા સાથે ભટકાયો હોય તો મોટી દુર્ધટના સર્જાઇ હોત. આ ઉપરાંત ટ્રક જા એસ.ટી. બસ સાથે ધડાકાભેર અથડાત તો મુસાફરોથી ઠસોઠસ ભરેલી બસમાં મોટી જાનહાનિ થવાની શક્્યતા. પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના અટકી ગઇ હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોએ હાઈવે પર બે બમ્પ બનાવવાની માંગણી પણ કરી હતી.
આટકોટ બસ સ્ટેન્ડ પાસે બમ્પ ન હોવાથી વાહન ચાલકો બેફામ દોડી રહ્યા છે અને અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે. આટકોટ પોલીસમાં ૪૫ જેટલો સ્ટાફ હોવાછતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આડેધડ ખાનગી વાહન ચાલકો ખડકી દેવામાં આવે છે, ત્યારે પોલીસ દ્વારા કોઇપણ પ્રકારના પગલા ભરવામાં આવતા નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




