અમદાવાદ,તા.૧૬
એકના ડબલ કરવાની લોભામણી જાહેરાતો આપી ૨૬૦ કરોડનું ફુલેકું ફેરવી વિનય શાહ ફરાર થઈ ગયો છે, ત્યારે આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમે વસ્ત્રાપુર પોલીસ પાસેથી તપાસના તમામ દસ્તાવેજા કબજે કર્યા હતા. ત્યાર બાદ આજે વિનય શાહના પાલડી સ્થિત ઘરે, વર્લ્ડ કલેવરેક્ષ સોલ્યુશન અને આર્ચર કેરની ઓફિસો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સીઆઇડી ક્રાઇમે વિનય શાહના ઘરેથી ૫૦ લાખ રોકડા, ૩૦ કોમ્પ્યુટર, બે લેપટોપ, એક લાખના સોના-ચાંદીના દાગીના અને ૪ સ્વાઇપ મશીન કબ્જે કર્યા હતા.
સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. રોકાણકારો લાલચમાં ખોટી જગ્યાએ રોકાણ કરીને ફસાય છે અને ઠગ નાણાં લઈને નાસી જાય છે. ખરેખર જે કંપનીમાં રોકાણ કરો તે કંપનીની તપાસ કરવી જાઈએ, જે રોકાણકાર કરતા નથી. છેલ્લા દોઢેક માસમાં ૩૦ જેટલી કંપનીઓએ દ્વારા આશરે ચારેક લાખ રોકાણકારોના અબજા રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતુ. જેમાં ૧૦૦ કરોડની પ્રોપર્ટી સીઆઈડી ક્રાઈમ દ્વારા ફ્રિઝ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા વખતો-વખત જાહેરાતો કરવામાં આવતી હોવા છતાં રોકાણકારો લોભમાં આવી રીતે રોકાણ કરીને ફસાઈ રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




