અડાજણમાં મહિલાના મોબાઈલની ચીલઝડપ

0
6

સુરત, તા.૧૯
અડાજણ સ્તૃતિ રેસીડેન્સીના ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલી એક મહિલા રાહદારીના હાથમાંથી ૧૫ હજારની કિંમતનો મોબાઈલ ફોનની ચીલઝડપ કરી મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ અડાજણ પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણ-પાલ શ્રીપદ એટીલીયા ખાતે રહેતા દિશાબેન રમેશભાઈ લશ્કરી ગતરોજ અડાજણ સ્તૃતિ સોસાયટી પાસેથી પસાર થતા હતા. ત્યારે બ્લ્યુ કલરની મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમોએ તેમના હાથમાંથી રૂ.૧૫ હજારની કિંમતનો મોબાઈલ ફોનની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. અડાજણ પોલીસ મથકે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે ગુનાવાળી જગ્યાનું પંચનામું કર્યું હતું. આ ઉપરાંત પોલીસે સીસીટીવી ફુટેજ એકત્ર કરવાના ચક્રોગતિમાન કર્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY