૫૦,૦૦૦ સુધીના વ્યાજ પર TDS નહી કાપવા સીબીડીટીએ બેંકોને કર્યું સૂચન

0
66

બેન્કો સિનિયર સિટિઝનના કેસમાં ૧૦ હજારથી વધુ વ્યાજ થાય તો ૧૦ ટકા ટીડીએસ કાપી લે છે
ન્યુ દિલ્હી,તા.૧૦
બેંકોમાં ફિક્સ ડિપોઝીટની વ્યાજની રકમ ૧૦ હજાર રુપિયાથી વધી જાય તો વર્તમાન સમયમાં બેંકો આવકવેરા ધારાની કમલ ૧૯૪એ મુજબ ૧૦ ટકા લેખે ટીડીએસ કાપી લે છે પરંતુ બજેટ ૨૦૧૮-૧૯માં નાણાપ્રધાને સિનિયર સીટીઝનને છુટ આપી હતી કે તેમાં સીનિયર સીટીઝનને ડિપોઝીટથી મળતી વ્યાજની રકમ ૫૦ હજાર સુધીની આવકવેરામાંથી મુક્તિ આપી છે અને તેના માટે આવકવેરાની નવી કલમ ૮૦ટીટીબી દાખલ કરવામાં આવી છે.
આ કલમ અનુસાર સીનિયર સીટીઝન્સને પોસ્ટ ઓફિસ તેમજ બેંકો ફિક્સ્ડ ડિપોઝીટમાંથી મળતી ૫૦ હજાર સુધીની વ્યાજની રકમને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. જા કે આમ છતા પણ અત્યારે બેંકો સીનિયર સીટીઝનના કેસમાં પણ ૧૦ હજારથી વધારે વ્યાજ થાય તો ૧૦ ટકા લેખે ટીડીએસ કાપી લે છે.
ત્યારે બેંકોની દાદાગીરી મામલે સીબીડીટીને રજુઆત કરવામાં આવી હતી. ત્યારે આ મામલે સીબીડીટીએ એક પરીપત્ર જાહેર કર્યો છે અને સાથે જ જણાવ્યું છે કે સિનિયર સીટીઝનને મળતા વ્યાજની રકમ જા ૫૦ હજારથી વધે તો જ ૧૦ ટકા લેખે ટીડીએસ ચાર્જ કરવો.
પરીપત્રમાં જણાવાયું છે કે જા આ રકમ ૫૦ હજારથી વધતી ન હોય તો કોઈ ટીડીએસ કરવો નહી. આવા કરદાતાઓને ફોર્મ-૧૫એચ પણ ભરવાની જરૂર નથી. ૫૦ હજારથી વધુ વ્યાજની આવક થતી હોય અને જા સિનિયર સીટીઝનની કુલ કરપાત્ર આવક ૩ લાખથી વધતી ન હોયતો સિનિયર સીટીઝન ફોર્મ૧૫-એચ ભરે તો પણ ટીડીએસ કરવું નહી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY