અડાજણમાં જુગાર રમતાં સાત વેપારી ઝડપાયા

0
195

20/02/2018

અડાજણ પાલનપુર રોડ પર આવેલી કૃષ્ણકુંજ સોસાયટી ની શેરી નંબર ૧માં સ્થિત આરાધના ફલેટ્સ ના ભોંયતળિયે એક ફ્લેટ માં જુગાર રમી રહેલા ૭ ને અડાજણ પોલીસે ઝડપી લીધા હતા, અને ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂ.૪૩ હજારની મત્તા કબજે લીધી હતી.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ પાલનપુર રોડ પર આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં આવેલા આરાધના ફલેટ્સ ના ભોંયતળિયે ના જી.૧ ફ્લેટ માં અડાજણ પોલીસે દરોડો પાડ્યો હતો જ્યાં જુગાર રમી રહેલા મોટા માથાઓ જેમાં વેપારીઓ સામેલ છે,તે તમામ જીગ્નેશ બાબુલાલ સંઘવી, બીનલ સુરેશ ઠક્કર, વિજય સેવંતીલાલ શેઠ, રાકેશ સંદીપ ચૌહાણ, કોશીક બાબુલાલ સંઘવી, નીતિન ચુનીલાલ શાહ અને દીપક હિમતલાલ શાહને ઝડપી લીધા હતા પોલીસે ફોન અને રોકડ રકમ મળી ને રૂ.૪૩ હજાર ની મત્તા કબજે કરી હતી, જોકે મોટા માથાઓ જુગાર રમતા પકડાયા હોય અડાજણ પોલીસે પણ ચોક્કસ માહિતી આપી નહોતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY