રાજપીપલા ખાતે સુરત થી સમેતશીખરજી જતા ૧૨૦ જૈન સાધુ મહારાજ નો સંઘ પધારતા જૈન પરિવારો દ્વારા સામૈયું કરાયું. 

0
150

20/02/2018

રાજપીપલામાં બપોરે 3 થી ૪ વાગ્યા દરમ્યાન બક્ષી ખડકી ખાતે વ્યાખ્યાન અને સાંજે પાંચ વાગે દશાખડાયતાની વાડી માં ચોવિહાર કરી રાત્રી રોકાણ બાદ બુધવારે સવારે શીખરજી જવા નીકળશે. 

સુરત થી નીકળેલા જૈન સાધુ મહારાજ નો સંઘ મંગળવારે સવારે રાજપીપલા આવી પોહચતા રાજપીપલા ના જૈન પરિવારો દ્વારા સંઘ નું સામૈયું કરી જૈન મંદિર ખાતે પધરામણી થઈ હતી આચાર્ય રાજશેખર મહારાજ (કલિકુંડ વાળા) સાથે આ સંઘ માં કુલ 120 જૈન મહારાજ મંગળવારે રાજપીપલા આવી પહોંચ્યા હતા જે મંગળવારે રાત્રી રોકાણ કરવાના હોય બપોરે 3 થી 4 ના સમય માં બક્ષી ખડકી માં વ્યાખ્યાન બાદ સાંજે 5 વાગેદશાખડાયતાની વાડી માં ચોવિહાર કરી બુધવારે સવારે શીખરજી જવા નીકળશે તેમ જૈન અગ્રણીયો દ્વારા જાણવા મળ્યું છે.મોટી સંખ્યા રાજપીપલા ખાતે જૈન સાધુ મહારાજ આવતા રાજપીપલા ના તમામ જૈન પરિવારો તેમના સામૈયા માં જોડાયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY