જંબુસર તાલુકાના કાવી-કંબોઈ માં સ્તંભેશ્વર મહાદેવ મંદિરે મહા શિવરાત્રીની થયેલ ભવ્ય ઉજવણી

0
558

જંબુસર:

ભારત દેશમાં શિવ મંદિરો તો હજારો છે. પરંતુ ગુજરાત ના વડોદરા અને ભરૂચ થી લગભગ ૮૦ કિલોમીટર દૂર આવેલ જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામમાં ખંભાતની ખાડીના દરિયા કિનારે આવેલું છે. મહાદેવનું અતિ પૌરાણિક મંદિર મહીસાગર સંગમ સ્થાન પર આવેલ આ મંદિરને સ્તંભેશ્વર મહાદેવ ના નામ થી જાણીતું છે. આ મંદિરની વિશિષ્ટતા એ છે કે દિવસમાં બે વખત થોડાં સમય માટે પાણીમાં મંદિર માં રહેલ શિવલિંગ ડૂબી જાય છે. અને કહેવાય છે કે સ્વયંમ દરિયો પણ શિવલિંગ નો અભિષેક કરવા માટે આવે છે. આ નજારો જોવા માટે આખા ભારત ભરમાંથી લોકો દર વર્ષે મહા શિવરાત્રી અને શ્રાવણ માસ દરમ્યાન અહીં દર્શનાર્થે અવતાં હોય છે.

આ મંદિર ની વિશેષ્ઠા છે કે ૬ દિવસના કાર્તિકેય ભગવાન દ્રારા તારકાસુર નામના રાક્ષસ સાથે યુદ્ધ કરી તેનું વધ કર્યું હતું. જોકે તારકાસુર રાક્ષસ એક બ્રાહ્મણ હોઈ અને શિવ ભક્ત હોઈ કાર્તિકેયએ પ્રાહીચીત માટે આ જગ્યા પર શિવલિંગ ની સ્થાપના કરી શિવની ઉપાસના કરી હતી અને કહેવાય છે કે ત્યાર થીજ આ મંદિર અહીં સ્થાપિત છે.

અહીંના મહારાજ વિદ્યાનંદજી ના કહેવા મુજબ દર વર્ષે હજારો શિવ ભક્તો આગલા દિવસ થીજ અહીં પહોંચી શિવના દર્શનનો લહાવો લે છે મંદિર ટ્રસ્ટ દ્રારા દૂર દૂર થી અવતાં ભક્તો માટે રહેવા તથા પ્રસાદી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. સવાર થી જ શિવલિંગ પર મોટી સંખ્યામાં લોકો પાણી અને શેરડીના રસનો અભિષેક કરી ધન્યતા અનુભવે છે.


ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY