ભિલીસ્થાન ટાઇગર સેનાનું રાજપારડી પી.એસ.આઇ. સરવૈયની વિરૂદ્ધ કલેક્ટરને આવેદન

0
228

ઝઘડીયા:

ભિલીસ્થાન ટાઇગર સેનાએ આદિવાસી મજુરોને વિના વાંકે મારમારી જાતિવિષયક અપમાન કરનાર રાડપારડીના પીએસઆઇ સરવૈયા સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા ઉપરાંત તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
ભિલીસ્થાન ટાઇગર સેનાએ આપેલ આવેદનમાં જણાવ્યા મુજબ ઝઘડીયા તાલુકાના બોરિદ્રા ગામે રહેતા વિક્રમભાઇ ફતેસંગ વસાવા તથા કાનજીભાઇ ડાહ્યાભાઇ વસાવા ટ્રકોમાં માટી, રેતી કપચી ભરવાની મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.૧૭ જાન્યુઆરીના રોજ તેઓ મજુરી કામ કરતા હતા દરમિયાન રાજપારડીના પીએસઆઇ સરવૈયા પોતાની ગાડી સાથે ત્યાં પહોંચ્યા હતા. જેમણે વિક્રમ વસાવા અને કાનજીભાઇ વસાવાને પૂછપરછ કરી લાકડી વડે મારમારી જાતિ વિષયક અપમાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ૧૮ જાન્યુઆરીના રોજ તેમણે અંક્લેશ્વર ડીવાયએસપી અને એસપી, એસટી સેલ ભરૂચને લેખિતમાં ફરિયાદ આપી હતી. છતાં પીએસઆઇ સરવૈયા સામે ફરીયાદ દાખલ ન થતા આખરે તેમણે આજ રોજ ભિલીસ્થાન ટાઇગર સેનાના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદન આપી પીએસઆઇ સરવૈયા સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવાની માંગ ઉઠાવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY