રેતીખનનના મામલે અદાણીને જિલ્લા કલેકટર દ્વારા ૧૬.૨૮ કરોડનો દંડ :

0
249

ભરુચ:
દહેજમાં અદાણી પાવર લિમિટેડ કં૫નીએ સુવા ગામની નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી લાખો મેટ્રિક ટન રેતી ઉલેચી લઇ મેદાનોમાં પાથરવા સામે સુવા ગામના જ રમણ ગોહિલ અને ઇન્ટરનેશનલ હ્યુંમન રાઇટસ ભરૂચના જા.ડિરેક્ટર રાજેશ પંડિતે જિલ્લા કલેકટરમાં ફરિયાદ દાખલ કરતા ભરૂચ જિલ્લા કલેકટર સંદીપ સાગલે એ સોપેલી તપાસમાં ગેરકાયદેસર રેતી ખનન સાબિત થતા અદાણી કં૫નીને ૧૬.ર૮ કરોડનો દંડ ફટકારતા અદાણીમાં હડકં૫ મચી જવા પામ્યો છે.
દહેજનો ઔદ્યોગિક વિકાસ થતા અદાણી દ્વારા દહેજમાં પાવર પ્રોજેક્ટના એમ.ઓ.યુ. કરાયા હતા. ૨૦૧૧માં અદાણીએ નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રીતે લાખો ટન રેતી ખનન કર્યું હતું. જેની સામે ઇન્ટરનેશનલ હ્નામન રાઇટસ એસોસીએશન ભરૂચના જા.ડાયરેકટર ભરૂચના રાજેશ પંડિતે ખાણખનીજ વિભાગને ફરિયાદ કરી હતી. તે સમયે રેતીખનન ગેરકાયદેસર રીતે પુરવાર થતા કં૫નીને ૩.૦૮ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કિસ્સામાં સુવા ગામના રમણભાઇ ગોહિલે ૫ણ જિલ્લા કલેકટરને ફરિયાદ કરતા મામલો વિવાદીત બન્યો હતો. જિલ્લા કલેકટરે કરેલી કાર્યવાહીમાં અદાણી કં૫ની દ્વારા ગેરકાયદેસર રીતે ૨૧,૧૪,૬૨૩ મે.ટન રેતીનું ગેરકાયદેસર રીતે ખનન થયું હોવાનું પુરવાર થતા કલેકટરે ૧૬.૨૮ કરોડનો દંડ અદાણીને ફટકાર્યો છે. જેના ૫ગલે કં૫ની સંચાલકોમાં ખળભળાટ ઉભો થયો છે.
અદાણીએ મેરીટાઇમ બોર્ડ દ્વારા ૫રવાનગી આપી હોવાનું બહાનું આગળ ધર્યું હતું. ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકના નર્મદા નદીના વિસ્તારમાં વહાણો અને શીપોની અવરજવર સરળતાથી થઇ શકે તે માટે અને રાજ્યના વિકાસ અને હિતને ધ્યાનમાં રેતીના ડેજિંગ અને પુરાણ કરાયું હોવાનો મુદૃ આગળ ધર્યો હતો. જાકે સરકારનું કે આમ જનતાનું હિત હોય છતાં ૫ણ નિયમ મુજબ ખાણ–ખનિજ વિભાગની મંજૂરી લીધા વિના કરેલું ડ્રેજિંગ ગેરકાયદેસર જ ગણાય તેવો વળતો પ્રહાર કરી જિ. કલેકટરે અદાણીને દંડ ફટકાર્યો હતો.
જોકે આ સંદર્ભે દહેજ તેમજ આસપાસના ઉઘ્યોગ જગતમાં હડકંપ મચી ગયો છે. એક તરફ સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરે છે જેથી દેશમાં રોજગારીનું પ્રમાણ વધે અને દેશનું અર્થતંત્ર મજબુત બને પણ જયારે ઉદ્યોગપતિઓ કાયદાના ફાયદા ઉઠાવે ત્યારે સરકારી તંત્ર દ્વારા આવું બાહોસ પગલું ભરતા લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જો તંત્ર પોતાની ફરજ રૂપી આવી જ રીતે અને સમયસર કાર્ય કરે તો દેશમાં સાચો લોકતંત્રની સ્થાપના થઇ શકે.
રિપોર્ટર: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ.
મો.૭૪૦૫૨૬૨૨૦૧.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY