ભાજપની યુવા પેઢીમાં હિંદુત્વના આદર્શ દેખાતા નથી
પાલઘર,તા.૨૬
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વિરારમાં શિવાજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરતી વખતે યોગીએ ચાખડી નહિ ઉતારતાં તેમને ચપ્પલથી માર મારવો જાઈએ. તેમના આ નિવેદનથી ભારે વિવાદ ઊભો થયો છે.
ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે શિવાજી મહારાજની પ્રતિમા સમક્ષ જતા પહેલાં આદિત્યનાથે તેમની ચાખડી નહિ ઉતારી તેમનું અપમાન કર્યું છે. યોગી જેવી વ્યકિત મહારાજા શિવાજીની આમન્યા રાખવાનું કેમ ભૂલી શકે તેવો સવાલ કરતાં ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપની યુવા પેઢીમાં આદર્શ જાવા મળતો નથી.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપના મોટાભાગના નેતાઓ સત્તા પર આવ્યા બાદ અહંકારી બની ગયા છે. ત્યારે આગામી સોમવારે યોજાનારી પાલઘરની પેટા ચૂંટણીમાં ભાજપના આવા નેતાઓનો જનતા અહંકાર ઉતારી નાખશે.
દરમિયાન ઠાકરેએ ધનાઉમાં એક રેલીને સંબોધતાં જણાવ્યું હતું કે તેમની પાર્ટી ૨૫ વર્ષ સુધી હિન્દુત્વ માટે ભાજપ સાથે રહી છે.બાલાસાહેબે તેને(ભાજપના કેટલાંક ખરાબ કર્મોને ) સહન કરી પણ હવે બહુ થયું હું હવે આવી બાબત વધુ સહન કરવા માગતો નથી. તેમ કહી ભાજપની કેટલીક પ્રવૃતિ અંગે આકરા પ્રહાર કર્યા હતા.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






