એડિલેડ,તા.૫
ગુરૂવારે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ સાથે સિરીઝની શરૂઆત કરશે. ૪ ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ એડિલેડમાં રમાશે. આ ટેસ્ટ માટે ભારતીય ટીમે ૧૨ ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. આ ૧૨ પ્લેયર્સમાં જ પ્રથમ ટેસ્ટ પ્લેઈંગ ઈલેવન નક્કી થઈ ગયા છે.
ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલ રોહિત શર્માને ૧૨ ખેલાડીઓને તક મળી છે. તે ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ઘરેલૂ ટેસ્ટ સિરીઝથી બહાર રહેલ ઓળરાઉન્ડર હનુમા વિહારીને પણ ટીમમાં તક આપવામા આવી છે. સમાચાર છે કે, ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. માર્કસ હેરિસ ભારત વિરૂદ્ધ પોતાની ટેસ્ટ કરિયરમાં ડેબ્યૂ કરશે જ્યારે પ્રથમ ટેસ્ટ માટે ઓલરાઉન્ડ ખેલાડી મિશેલ માર્શને ટીમમાં જગ્યા મળી નથી.
આૅસ્ટ્રેલિયા વર્લ્ડ રેન્કિંગમાં હાલ પાંચમા સ્થાને છે અને તે જા ૪-૦થી આગામી ટેસ્ટ શ્રેણી જીતે તો મોખરાનો ક્રમ પ્રાપ્ત કરી શકે છે. ભારતે તેનો ટોચનો ક્રમ જાળવી રાખવાને શ્રેણીમાં ફક્ત એક ટેસ્ટ ડ્રો કરવાની રહે છે, એમ આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. પ્રથમ ટેસ્ટમાં ચાઇનામેન બોલર કુલદીપ યાદવ અને ભૂવનેશ્વર કુમાર નહી રમે.
પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમના ૧૨ ખેલાડી આ પ્રમાણે છે. વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે (ઉપકેપ્ટન), કે.એલ. રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ થનાર ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ ભરપૂર તૈયારી કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ એડિલેડ મેચ પહેલા મંગળવારે ટીમ ઈન્ડિયાએ ખુબ જ પરસેવો પાડ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) ટિવટર પર ટીમ ટ્રેનિંગનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં રવિ શાસ્ત્રીના માર્ગદર્શનમાં ખેલાડી પ્રેકિટસ કરતાં નજરે પડ્યા હતા.
બૅટ્સમેનોની યાદીમાં ટોચના ૨૦ ક્રમમાં કોઈ ફેરફાર થયો નથી જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટોચ પર છે. પ્રતિબંધ હેઠળ રહેતો આૅસ્ટ્રેલિયાનો બેટધર સ્ટીવ સ્થિથ અને ન્યૂ ઝીલેન્ડનો કેન વિલિયમસન અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. બાલરોના રેન્કિંગમાં રવીન્દ્ર જાડેજા પાંચમા ક્રમે ભારત વતી શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે અને રવિચંદ્રન અશ્ર્વિને તેનું સાતમું સ્થાન જાળવી રાખ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





