પ્રથમ ટેસ્ટ પહેલા કોહલીએ બોલરોને આપ્યો વધુ પ્રયત્નનો સંદેશ

0
429

એડિલેડ,તા.૫
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે કહ્યું કે, બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ પણ ઓસ્ટ્રેલિયન ટીમને હળવાશથી લઈ શકાય નહીં. કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવાનો પ્રયત્ન કરશે. કોહલીએ આ સાથે ભારતીય બોલરોને સંદેશ આપ્યો કે, ટીમમાં ઓલરાઉન્ડરની ગેરહાજરીને કારણે તેણે વધુ મહેનત કરવી પડશે. તેણે કહ્યું કે, બોલરોએ ૫ કે ૬ વિકેટ ઝડપવાના વ્યકિતગત રેકોર્ડની જગ્યાએ સારા સ્પેલ પર ધ્યાન આપવું પડશે.
મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝનો પ્રથમ મેચ ગુરૂવારથી એડીલેડમાં રમાશે. ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમ ક્રિકેટમાં અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ટીમના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ છે. તેની ગેરહાજરીમાં ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવાની સોનેરી તક છે.
ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ન હોવાને કારણે કોહલીએ સ્વીકાર કર્યો કે, ઈશાંત શર્માની આગેવાનીમાં બોલિંગ આક્રમણે વધુ ઓવર ફેંકવી પડશે, જે પંડ્યાની ભાગની હશે. તેણે કહ્યું, ઓલરાઉન્ડર ન રમવાથી ફેર પડે છે. દરેક ટીમ એક ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર ઈચ્છે છે, જે હાલ અમારી પાસે નથી. અમે સર્વશ્રેષ્ઠ સંયોજન લઈને ઉતરી શકતા નથી. ઓલરાઉન્ડર ન હોવાથી બીજા બોલરોએ વધુ કાર્યભાર સંભાવળો પડશે. તેના પર અમે વાત કરી લીધી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY