સાગબારા પોલીસે સેલંબા ખાતે જુગાર પર છાપો મારતા ચાર જુગારીયા ઝડપાયા 

0
26

રાજપીપળા : નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકા ના સેલંબા ગામમાં જુગાર ધામ પર પોલીસે રેડ કરતા ચાર જુગારીયાઓ રેડ દરમિયાન ઝડપાઇ ગયા હતા ત્યારે આ જુગારીયાઓ આરોપીઓ સેલંબા કુઇદા ફળીયામા પૈસા વડે પત્તાપાના નો હારજીતનો જુગાર રમી રમતા હોય પોલીસ રેડ દરમિયાન પકડાયેલા જુગારીયા પૈકી (૧) રમેશ ભાયલાલ વસાવા (ર) મંજી પુનીયાભાઇ તડવી (૩) કૈલાશ. સુરેશભાઇ તડવી (૪) સુરેશ ભૈયાભાઇ ગોસાઇ તમામ રહે. કુઇદા ફળીયા સેલંબા,તા.સાગબારા જિલ્લો નર્મદા ની પાસે થી અંગ ઝડતીના રોકડા રૂા. ૨૨૩૦/-તથા દાવ ઉપરના રોકડા રૂા.૭૩૦/-મળી કુલ રોકડા રૂા.૨૯૬૦ /ના મુદ્દામાલ સાથે પોલીસ રેડ દરમિયાન જાહેરમાંથી મળી આવી પકડાઇ ગયા હતા.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY