અબુધાબી,તા.૨૧
અફઘાનિસ્તાને શાનદાર પ્રદર્શન કરતાં એશિયા કપની પહેલી મેચમાં શ્રીલંકાને અને ગઈ કાલે બાંગ્લાદેશને ૧૩૬ રને માત આપી. શ્રીલંકા અને બાંગ્લાદેશ મજબૂત ટીમો હોવા છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે નવી કહેવાતી અફઘાન ટીમ ગ્રૂપ-બીમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે.
મેન ઓફ ધ મેચ જાહેર થયેલા અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને પહેલાં અણનમ ૫૭ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી અને બાદમાં બે વિકેટ ઝડપવા ઉપરાંત એક ખેલાડીને રનઆઉટ પણ કર્યો.
એક સમયે અફઘાનિસ્તાનની ટીમ ૧૬૦ રનના સ્કોર પર જ સાત વિકેટ ગુમાવી ચૂકી હતી. મોટો સ્કોર કરવાની તેઓની આશા પર પાણી ફરી વળ્યું હતું, પરંતુ ત્યાર બાદ બર્થડે બોય રાશિદ (અણનમ ૫૭) અને ગુલબદીન નઈબ (અણનમ ૪૨)એ આઠમી વિકેટ માટે અણનમ ૯૫ રનની ભાગીદારી નોંધાવીને અફઘાન ટીમનો સ્કોર સાત વિકેટે ૨૫૫ રન સુધી પહોંચાડી દીધો હતો.
૨૫૬ રનના લક્ષ્ય સાથે મેદાનમાં ઊતરેલી બાંગ્લાદેશની ટીમ ૪૨.૧ ઓવરમાં ફક્ત ૧૧૯ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશની શરૂઆત પણ ખરાબ રહી હતી. તેણે શરૂઆતની બે વિકેટ ફક્ત ૨૮ રનના કુલ સ્કોર પર જ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશી ટીમ એ ઝટકામાંથી બહાર આવી શકી નહોતી.
શાકિબ અલ હસન (૩૨), મહંમદુલ્લાહ (૨૭) અને મોદાસિક હુસેન (૨૬) સિવાય અન્ય કોઈ બાંગ્લાદેશી બે આંકડાનો સ્કોર નોંધાવી શક્્યા નહોતા અને મેચ એકતરફી બની જતાં અંતે બાંગ્લાદેશી ટીમનો ૧૩૬ રને કારમો પરાજય થયો હતો. પોતાના ૨૦મા દિવસે ધમાકેદાર પ્રદર્શન કરવા બદલ રાશિદને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



