ભાગીદારીમાં ધંધો કરી પિતરાઈ ભાઈ દ્વારા બહેન સાથે ૩૦ લાખની ઠગાઈ

0
7

ચીટિંગ અંગે ખટોદરા પોલીસમાં ભાઈ વિરુદ્ધ બહેન ફરિયાદ નોંધાવી
સુરત, તા.૧૨
પિતરાઈ ભાઈએ ભાગીદારીના ધંધો શરૂ કર્યા બાદ બહેન સાથે રૂપિયા ૩૦ લાખની ઠગાઈ કરી હતી.
ખટોદરા પોલીસ સૂત્રો જણાવ્યા મુજબ નાના વરાછા દક્ષિણી ફળિયુમાં રહેતા સોનમબેન કિર્તીભાઈ ચૌહાણે આરોપી પિતરાઈભાઈ કરણકુમાર જિતેન્દ્ર રાંદેરિયા (રહે. વિહાર સોસાયટી, સિંગણપોર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ પિતરાઈï ભાઈ-બહેનના સંબંધ વિશ્વાસમાં ભાગીદારીમાં રૂદ્રાક્ષ ફર્મ નામનુ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેનો તમામ વહીવટી આરોપી કરતો હતો. ખાતામાં નુકસાની જતા ફરિયાદીએ ભાગીદારી છૂટી કરી હતી. તેમ છતાં આરોપીએ ફરિયાદીબેન પાસથી બેન્ક લોન અને સીસી લોન ભરપાઈ કરવા ચેકો લીધા હતા. આ ચેકો આરોપીએ લેણદાર વેપારીઅોને આપી દીધા હતા. અને પોતાના ખાતામાં પણ રૂ. ૭૭.૫૦ લાખના ચેકોï નાસી રિર્ટન થતા ખોટી ફરિયાદો કરી ફરિયાદીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ ભાગીદારી છૂટી કરવા પેટે રૂપિયા ૩૦ લાખ નહીં આપી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY