ડોડોમા,તા.૧૨
તાન્ઝાનિયાના મુખ્ય શહેર દાર એ સલામમાં કેટલાક બૂરખાધારીઓએ બંદૂકની અણીએ આફ્રિકાના સૌથી યુવા અબજાપતિ બિઝનેસમેનનું અપહરણ કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે ગુરુવારે આ વાતની માહિતી આપી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ ૪૩ વર્ષીય મોહમ્મદ દેવજીનું એક હોટેલના જીમની બહારથી અપહરણ કરાયું હતું.
દેવજી પોતાના સવારના રૂટિન મુજબ જીમમાં કસરત કરવા જઈ રહ્યા હતા, ત્યારે તેમનું અપહરણ કરાયું હતું. અપહણકર્તાઓએ અબજાપતિને પોતાની સાથે લઈ જતા પૂર્વે હવામાં ગોળીબાર કર્યા હતા. દેવજી સાથે તે સમયે કોઈ સુરક્ષાગાર્ડ હાજર નહતા. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં સંદિગ્ધ ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. બે અપહરણકર્તાઓ વિદેશી હોવાનું જણાયું છે.
ફોર્બ્સની યાદીમાં મોહમ્મદ દેવજીની સંપત્તિ ૧.૫ અબજ ડોલર હોવાનું જણાવાયું છે અને તે તાન્ઝાનિયાના એકમાત્ર અબજાપતિ છે. ૨૦૧૭ના રિપોર્ટ મુજબ ફોર્બ્સે જણાવ્યું હતું કે દેવજી આફ્રિકાના સૌથી યુવા અબજાપતિ છે. ૨૦૧૬માં દેવજીએ પરોપકારી કાર્યો પાછળ પોતાની અડધો અડધ સંપત્તિ દાન કરવાનું જણાવ્યું હતું. પર્યાવરણ મંત્રી જેનવરી મકામ્બાએ જણાવ્યું કે દેવજીના પિતા અને તેના પરિવાર સાથે વાત થઈ છે અને તેમનું અપહરણ થયું હોવાની ખાતરી થઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



