સાન ફ્રાન્સસ્કો,
તા.૩/૪/૨૦૧૮
એપલના સીઈઓના નિવેદન પર ફેસબુકના કો-ફાઉન્ડરનો પલટવાર
ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે એપલના સીઇઓ ટિમ કૂક પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે કૂક તરફથી તાજેતરમાં જ તેમના પર લગાવવામાં આવેલા આરોપ આધારહીન છે. તેની સાથે જ ઝુકરબર્ગે પોતાના વિજ્ઞાપન આધારિત બિઝનેસ મોડલનો બચાવ પણ કર્યો.
તેમણે કહ્યું, “અહીંયા હકીકત એ છે કે જા તમે એક એવી સેવા તૈયાર કરો છે, જે દુનિયામાં દરેક વ્યક્તને જાડે છે, ત્યારે એવા ઘણા લોકો હોય છે જે પૈસા નથી ચૂકવી શકતા.”ઝુકરબર્ગે સોમવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે જાહેરાત આધારિત બિઝનેસ મોડલ એક રીત છે, કારણકે જા ફેસબુક પોતાની સેવાઓ માટે ચાર્જ કરવા લાગશે તો તમામ લોકો તે બોજ ઉઠાવી નહીં શકે.
“ફેસબુકની ડેટા કલેક્શનની ટેક્નીક ખરાબ છે, જેમાં યુઝર્સ પાસેથી બહુ બધી પર્સનલ જાણકારીઓ લેવામાં આવે છે અને તે ભેગી કરીને એડવર્ટાઇઝર્સને વેચવામાં આવે છે.””જા અમે પણ અમારા કસ્ટમર્સની જાણકારીઓને આવી રીતે વટાવી નાખીએ તો ઘણા પૈસા કમાઇ શકીએ એમ છીએ, પરંતુ અમે એવું ક્યારેય નહીં કરીએ.”
આરોપ છે કે અમેરિકામાં રાષ્ટપતિ ચૂંટણી દરમિયાન આશરે ૫ કરોડ ફેસબુક યુઝર્સના પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ થયો. આ ચૂંટણી પછી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટપતિ બન્યા હતા. ઝુકરબર્ગે આ મામલે પોતાની ભૂલ સ્વીકારીને ફેસબુક યુઝર્સની માફી માંગી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"