અગરતલા મ્યુ.કોર્પો.ચૂંટણીઃ ૬૭માંથી ૬૬ બેઠકો પર કમળ ખીલ્યુ

0
12

પાસિનાગર નગર પંચાયતની એકમાત્ર બેઠક વિપક્ષ સીપીઆઈ(એમ)ના ફાળે
અગરતલા,તા.૨૯
અગરત્તલા મ્યુનિસિપલ કાર્પોરેશન સહિત અન્ય મ્યુનિસિપલ કાઉન્સિલની ખાલી બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના શુક્રવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપ ૬૭ બેઠકોમાંથી ૬૬ બેઠકો પર પોતાનો કબ્જા જમાવ્યો છે.
આ બાબતે માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પવિત્રકરે જણાવ્યું કે, ભાજપ સરકાર દ્વારા ત્રિપુરામાં લોકતંત્રની હત્યા કરવાના વિરોધમાં રેલી યોજવામાં આવશે. ત્રિપુરા રાજ્ય ચૂંટણી પંચ (ટીએસઈસી)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે યોજાયેલી ૬૭ બેઠકોની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ ૬૬ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો છે. ભાજપ પહેલેથી જ ૯૧ બેઠકો પર બિનહરિફ જીત મેળવી ચૂકી હતી. પાનિસાગર નગર પંચાયતની એકમાત્ર બેઠક વિપક્ષ CPI(M)ના ફાળે ગઈ છે.
આ અંગે CPI(M)ના રાજ્ય સચિવે જણાવ્યું કે, ધમકી અને હિંસક હુમલાઓના પગલે અમારા ઉમેદવારો મોટાભાગની બેઠકો પર નામાંકન ભરવામાં નિષ્ફળ રહ્યા હતા. આને પરિણામે ભાજપના ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ ગયા છે.
જે જગ્યાએ અમારા ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યુ, ત્યાં ભાજપના ગુંડાઓ દ્વારા તેમને ધમકી મળતી અને હુમલા થતા હતા. પોલીસ અને ચૂંટણી પંચ પણ મૂક પ્રેક્ષક બનીને આ બધું જાતું રહ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ નેતાઓએ પણ ફરીથી ચૂંટણી યોજવાની માગ કરી છે.
જા કે કોંગ્રેસ અને CPI(M)ના આરોપને ફગાવતા ભાજપ પ્રવક્તાએ જણાવ્યું કે, રાજ્યના લોકોએ આ બન્ને પાર્ટીઓને નકારી દીધી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY