યોગીજી,કુહાડી મારવી-માથા ફોડવા-અંગૂઠા કાપવા પછી ગોળી મારવી શું આ દુર્ઘટના છે…!!?

0
6

ઉત્તપ્રદેશના બુલંદશહેરમાં એક સ્થાનિક વરિષ્ઠ પોલીસ અધિકારી સુબોધકુમાર સિંહની હત્યાકાંડમાં નીતનવા જે ખુલાસા થઈ રહ્યા છે. હવે તો વાત સામે આવી રહી છે તે ટોળાના ઈરાદાઓની સાથે કેટલાય સવાલોના જવાબ પણ માંગી રહ્યા છે. એક સવાલ એ પણ છે જે મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીના નિવેદન સાથે જાડાયેલું છે. યોગીએ કહ્યું કે આ એક કેટલાક અસંતુષ્ટ લોકોનું ષડ્યંત્ર હતુ. સુબોધ કુમારને કોઈ ફોજીએ ભીડમાં ગોળી મારી ફોજી પકડાઈ ગયો તો કોઈ પ્રશાંત નટની ધરપકડ થઈ અને કહેવામાં આવ્યું કે નટેજ ગોળી મારી. તેના પહેલા સુબોધ પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો. તેમનો અંગૂઠો કાપવામાં આવ્યો. માથા ઉપર કુહાડીનો ઘા કરીને તેમનુ માથુ ફોડી નાંખવામાં આવ્યુ. તેઓ જીવ બચાવવા ખેત તરફ ભાગ્યા તો નટ અને એક અન્ય કોઈ કલુઆ નામના વ્યકિતએ તેમને પકડી રાખ્યા અને સુબોધથી તેમની સરકારી રિવોલ્વર ઝુંટવી લઈ તેમને ગોળી મારી એટલુ જ નહિ જ્યારે અન્ય પોલીસકર્મીઓ તેમના નિર્જીવ શરીરને લઈ જવા લાગ્યા તો સુબોધને ગાડી સાથે સળગાવવાના પ્રયત્નો કર્યા. આટલી ભયંકર બરબરતા શું સામાન્ય અકસ્માત કે દુર્ઘટના કહી શકાય…!!?
આ ફક્ત પોલીસ અધિકારી સુબઓધકુમારની હત્યાનો મામલો નથી આવી બીજી આ ઘટના પહેલા બનેલી ઘટનાઓ જેમાં કેટલાયે નિર્દોષ લોકોની હત્યા થઈ શિકાર થઈ ગયા તેના ઉપર પણ એક નજર રાખવા પર મજબૂર કરે છે. એક પોલીસ કર્મચારી ઉત્તરપ્રદેશમાં જ રાત્રે ગાડી ના રોકવા પર એક મોટી કંપનીના મેનેજરને ગોળી મારી દે છે. એજ યૂપીમાં ગોકશીને લઈને ઉત્તેજીત ટોળા દ્વારા પોલીસ અધિકારીની હત્યા થઈ જાય છે. થોડા સમય પહેલા બાળક ચોરની અફવાઓને લઈને કેટલાય નિર્દોષ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. હવે કેમ આવી અફવાઓ નથી ફેલાતી? તેની પાછળ કોણ હતુ તેનો સુરાગ સુધી ગયા નહિ સોશ્યલ મિડિયામાં આવી અફવા ક્યાંથી કોને ફેલાવી તેના મૂળ સુધી જવુ જાઈએ પણ એવુ ના થયું અને અચાનક બાળક ચોર ક્યાં ગયા કોઈને ખબર નથી..!!?
ટોળાની માનસિકતાનો અભ્યાસ થવો જાઈએ એક ઉભરા જેવું આવે છે પછી જ બધુ શાંત કેમ થઈ જાય છે…? શું આ પોલીસ અધિકારીને મારવા માટે ગોકશીની અફવાઓ ફેલાવવામાં આવી પછી તેમને ઘેરીને મારી નાંખવામાં આવ્યા? શું મુખ્યમંત્રી યોગીજીને ઘટના બાબતમાં શરુઆતમાં ખોટી જાણકારી આપવામાં આવી અને તેના આધાર ઉપર તેમણે એને દુર્ઘટના કહી દીધી…? કે પછી કોઈ બીજુ કારણ હોઈ શકે છે…? જે પણ હોય પરંતુ બુલંદશહેરની ઘટનામાં પોલીસ અધિકારીની હત્યાની ખરેખર સાચી તપાસ નહીં થાય તો આવી બીજી પણ ઘટનાઓ થવાની શંકાઓને છોડી દઈ શકાય નહિ. મરવાવાળા અધિકારીના પરિવારનું કહેવું છે કે અસલી ગુનાગોર ખૂલ્લેઆમ ફરી રહ્યા છે. તેનો સંતોષ થવો જરૂરી છે. બુલંદશહરની આ શર્મનાક તસ્વીર બુલંદ ભારતની બુલંદ તસ્વીરના બનવી જાઈએ. એ જાવું આપણા બધાનુ કર્તવ્ય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY