અમને ચૂંટણીમાં ફાયદા-નુકસાનની કોઈ ચિંતા નથીઃ વડા પ્રધાન મોદી

0
10

આગ્રા,તા.૯
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આગરામાં અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અને સાથે જ એક રેલીને સંબોધિત કરી હતી. લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, આગરા એ શહેરોમાંનું એક છે જ્યાં સ્માર્ટ સુવિધાઓ વિકસિત થઈ રહી છે, અહીં અમારી પ્રાથમિક્તા યમુનાની સફાઈ કરવાની છે.
પીએમ મોદીએ રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે, સમગ્ર દેશે જાયું કે કેવી રીતે લોકસભામાં એક ઐતિહાસિક બિલ પસાર કરવામાં આવ્યું છે. આઝાદીના આટલા દાયકા બાદ ગરીબીને કારણે વધેલી અસમાનતાનો સ્વીકાર કરાયો છે. સામાન્ય શ્રેણીના ગરીબ પરિવારોને ૧૦ ટકા અનામત મળે, તેના માટે સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે.
હવે સામાન્ય માનવીને કામ લાગતો સામાન એટલે કે લગભગ ૯૯ ટકા જેટલા સામાનનો જીએસટીનો દર ૧૮ ટકાથી ઓછો કરી નાખ્યો છે. જીએસટીને વેપારીઓ અને ગ્રાહકો માટે વધુ સરળ બનાવવાની પ્રક્રિયા ચાલુ જ છે.
વડા પ્રધાને જણાવ્યું કે, આર્થિક સ્થિતિના આધારે સમાજમાં જે મોટી ખાઈ પેદા થઈ છે, તેને કારણે દાયકાઓથી આ અનામતની માગ ચાલી રહી હતી. આ માગને પૂરી કરવાનું કામ સરકારે કર્યું છે. જે લોકો એક-બીજાનું મોઢું જાવા તૈયાર ન હતા, તેઓ દેશના ચોકીદારને ખસેડવા માટે ભેગા થઈ રહ્યા છે. આ ચોકીદાર કોઈનાથી ડર્યા વગર, અટક્્યા વગર સંપૂર્ણ ઈમાનદારી સાથે પોતાનું કામ કરતો રહેશે.
જીએસટી અલગથી લગાવવામાં આવેલો ટેક્સ નથી. તમે અગાઉ બધા જ સામાન પર કે સેવાઓ પર જે એકથી વધુ ટેક્સ ભરતા હતા, તેને એક કરીને જીએસટી બનાવાયો છે. અગાઉ અનેક ચીજ-વસ્તુઓ પર ૩૦ ટકા કરતાં પણ વધુ ટેક્સ લાગતો હતો, જે ક્યાંય દેખાતો ન હતો. હવે તમે જેટલો ટેક્સ આપો છો તે જાવા મળે છે. આ જ પારદર્શક્તા છે.
મોદીએ લોકસભામાં બિલ પસાર થવાની ઘટનાને ઐતિહાસિક પગલું જણાવી હતી. તેમણે આશા વ્યક્ત કરી તે, લોકોની લાગમીને ધ્યાનમાં રાખીને રાજ્યસભાના સબ્યો પણ આ બિલને પસાર કરશે. આ બિલથી દલિત તથા જનજાતિ સમુદાયો સહિત પછા વર્ગના અધિકારો ઉપર કોઈ પણ પ્રકારની અસર નહીં પડે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY