વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ કેળવવા પ્રયાસો
આહવા, તા.૧૨
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજનો વાર્ષિક શ્રમ સંસ્કાર શિબિર તાજેતરમાં જિલ્લાના કાલીબેલ ખાતે યોજાઇ ગયો. દરમિયાન એન.એસ.એસ. સ્વયંસેવકો દ્વારા પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ.એન.એમ.મહાકાળના માર્ગદર્શન હેઠળ ગ્રામ સફાઇ સહિત ગામ સર્વે, આરોગ્ય જાગૃતિ, મતદાર જાગૃતિ, જનજાગૃતિ માટે પ્રભાત ફેરી, યોગા, વ્યાખ્યાન સહિત ટ્રેકિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળ સુરક્ષાને લગતા કાર્યક્રમો વિગેરેનુ આયોજન કરીને, જનજાગૃતિ જગાવવામાં આવી હતી.
કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ડાંગ સ્વરાજ આશ્રમના શ્રી ગાંડાભાઇ પટેલ, વનરાજભાઇ, સહિત કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ.હેતલ રાઉત, ભૂતપુર્વ આચાર્યશ્રી ડૉ.કે.એ.ભોયે, આશ્રમ શાળાના આચાર્ય શ્રી રમેશભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. જ્યારે સમાપન સમારોહમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એન.એસ.એસ.કો ઓર્ડિનેટરશ્રી ડૉ.ભરત ઠાકોર તેમજ સિન્ડિકેટ સભ્ય શ્રી મહિડા વિગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી એન.એસ.એસ. સ્વયંસેવકોને રાષ્ટ્રભાવના સહિત સામાજિક જવાબદારી વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. કેમ્પ દરમિયાન એન.એસ.એસ.ના પૂર્વ પ્રોગ્રામ ઓફિસર પ્રા.ડી.એમ.ગાવિત તથા પ્રાધ્યાપિકા ડૉ.નિરૂપા બોરીસાણીયા વિગેરેએ પણ ઉપસ્થિત રહી સ્વયંસેવકોને પ્રોત્સાહિત કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



