છીપા સમાજના લોકો ઉમંગભેર ઉજવણીમાં જોડાયા
સુરત, તા.૧૨
નામદેવ છીપા સમાજ, દ.ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે સંત નામદેવજીના જ્ઞાનોદય દિન નિમિત્તે વસંત પંચમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગોડાદરા રોડ સ્થિત આસ્તિક પાર્ટી પ્લોટ ખાતે આયોજિત વસંત પંચમી ઉત્સવમાં ભક્તિસભર માહોલમાં સંત નામદેવજીના જ્ઞાનોદય દિનની છીપા સમાજના લોકોએ ઉમંગભેર ઉજવણી કરી હતી, જેને નિહાળવા વિવિધ રાજ્યોના ઇન્દોર, ભોપાલ, અમદાવાદ જેવા શહેરોથી સુરત આવેલા છીપા સમાજના લોકોએ પણ સરાહના કરી હતી.
ઉત્સવમાં સવારે ૭.૦૦ વાગ્યાથી રાત્રિના ૯.૦૦ દરમિયાન શોભાયાત્રા (રથયાત્રા), કળશયાત્રા નામદેવજીની આરતી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ, મહાપ્રસાદી, ભજનસંધ્યા, મહાઆરતી, રાત્રિભોજન જેવા વિવિધ કાર્યક્રમો ઉત્સાહભેર ઊજવાયા હતા.
આ પ્રસંગે વિશેષ અતિથિરૂપે ઉપસ્થિત પોલિસ વિભાગમાં સિલ્વર મેડલ વિજેતા મિત્તલબેન કાંતિલાલ પરમાર અને ઇન્ડિયન આઈડલ સ્પર્ધાના સેકન્ડ રનર અપ ગૌરવજીનું સન્માન કરાયું હતું.
સમાજ અધ્યક્ષ ફૂટરમલજી ચૌહાણ, સચિવ સુરેશજી પરમાર, કોષાધ્યક્ષ શાંતિલાલ ગેહલોતજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં અમૃતજી, હરીશજી, જગદીશજી, દિનેશજી ભાટી, આકાશ ભાટી, ગોવિંદજી, રામલાલજી, ગિરીશજી, મનોજજી ગહલોત, મુકેશજી ગહલોત, પરવીનજી પહાડીયા, અજયજી નામદેવ, ભોજરાજજી નામદેવ. કાલુજી, અશ્વિનજી ભાટી, ઇન્દ્રમલજી, લોકેશજી, મનીષ સોલંકી, દલપતજી, રામનારાયણજી, હિરાલાલજી ચૌહાણ, મનોજજી નાગર, રાજેશજી પિરીયા, સુમેરજી પિરીયા, ગોપાલજી નાગરે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




