તમામ પ્રકારના રોગની આયુર્વેદિક પદ્ધતિથી સારવાર
આહવા, તા.૧૨
ડાંગ જિલ્લાના નવરચિત સુબિર તાલુકા મથકે આગામી તા.૧૩/ર/ર૦૧૯નાં રોજ વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ આયોજિત કરાયો છે.
આયુષ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર પ્રેરીત તથા ડાંગ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ-આહવાના સંયુક્ત ઉપક્રમે સવોર ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી આયોજિત આ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ દરમિયાન તમામ પ્રકારના રોગો જેવા કે સંધીવાત, આમવાત, એસિડિટી, કબજિયાત, ચામડીના રોગો, ડાયાબિટીસ, ટી.બી., બ્લડ પ્રેશર, કમળો, પેરાલીસીસ, જલોદર, હરસ, મસા, ભગંદર, તાવ, શરદી, ખાંસી, લોહીની ઉણપ વિગેરે રોગોની આયુર્વેદ પદ્ધતિથી નિદાન અને સારવાર આપવામાં આવશે. કેમ્પમાં આયુર્વેદ તજજ્ઞ ડૉ.દિવ્યેશ ભોયે તથા ડૉ.હેતલ ગામીતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આયુર્વેદ નિદાન અને સારવાર માટે આ કેમ્પ ઉપરાંત આહવા ખાતે કાર્યરત ર૦ બેડની સુવિધા સાથેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ તથા પાંડવા, ચિંચલી, ગલકુંડ, માનમોડી, બરડીપાડા અને રંભાસ ખાતે કાર્યરત આયુર્વેદ દવાખાનાઓનો પણ જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લઇ શકે છે, તેમ આયોજકો દ્વારા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




