આહવામાં યુવક મંડળોને રમત ગમત સાધનોની કીટનું વિતરણ

0
21

૩૧૪ યુવા મંડળોને અપાયા રમત ગમતના સાધનો
આહવા, તા.૬
યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી, તેમનામાં ધરબાયેલી ખેલ પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડી શકાય તે માટે સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને રમતગમતના સાધનો અર્પણ કરવા સાથે તેમને રચનાત્મક માર્ગે વાળી શકાય તેવા ઉમદા હેતુ સાથે યુવાનોને જાગૃત કરવામાં આવી રહ્નાં છે તેમ જણાવતા વલસાડના સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલે, યુવાનોના માધ્યમથી સમાજમાં રહેલા કુરિવાજા અને દુષણોને રોકી શકાશે તેમ જણાવ્યું હતું.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમના પટાંગણમાં આયોજિત સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને કીટ અર્પણ કરવાના કાર્યક્રમમાં ઉદ્બોધન કરતા શ્રી કે.સી.પટેલે સમાજાપયોગી કાર્યોમાં આવા યુવા મંડળો તથા યુવાનો અસરકારક ભૂમિકા ભજવી શકે છે તેમ જણાવ્યું હતું.

દરમિયાન પ્રાસંગિક વક્તવ્ય રજુ કરતા ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ યુવાશક્તિનો હકારાત્મક ઉપયોગ કરીને તેમનામાં રહેલા કૌશલ્યને બહાર લાવવાના અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો ઉદૃશ સ્પષ્ટ કર્યો હતો.
ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમને કારણે રાજ્ય અને દેશને ગૌરવ અપાવનારા ડાંગના રમતવીરો કુ.સરીતા ગાયકવાડ અને મુરલી ગાવિત જેવા ખેલરત્નો દેશને મળ્યા છે ત્યારે, સ્વામી વિવેકાનંદ યુવા મંડળોના યુવાનોને પણ મળેલી તક ઝડપી લઇને તેમનું કૌવત દર્શાવવાનું આહ્વાન શ્રી વઢવાણિયાએ આ વેળા કર્યું હતું. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરવાની અપીલ કરતા શ્રી વઢવાણિયાએ ઉપસ્થિત લાભાર્થી યુવાનોને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતું.
મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સીનિયર કૉચ શ્રી અલ્કેશ પટેલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. મદદનીશ રમતગમત અધિકારી શ્રી રાહુલ તડવીએ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ૧૨૬ ગામોના ૧૨૮ સ્વામી વિવેકાનંદ યુવા મંડળો સહિત વઘઇ તાલુકાના ૯૦ ગામેના ૯૧, અને સુબિર તાલુકાના ૯૫ ગામોના ૯પ યુવા મંડળો મળી કુલ-૩૧૪ મંડળોને ક્રિકેટ તથા વોલીબોલ જેવી રમતના સાધનો મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા છે તેમ પૂરક વિગતો આપતા જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ડાંગ કલેક્ટર શ્રી એન.કે.ડામોર, નિવાસી અધિક કલેક્ટર શ્રી ટી.કે.ડામોર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેઘા મહેતા, પ્રાંત અધિકારી કાજલ ગામીત સહિત ડાંગ સ્વરાજ આશ્રમના શ્રી ગાંડાભાઇ પટેલ, એ.પી.એમ.સી. ચેરમેન શ્રી વિજયભાઇ પટેલ, આહવાના સરપંચ શ્રીમતી રેખાબેન પટેલ, યુવા કાર્યકરો સર્વશ્રી હરીરામ સાવંત અને સંજય પાટીલ, સહિત રમતગમત વિભાગના અધિકારીઓ, યુવા મંડળોના સભ્યો સહિત લાભાર્થીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY