આહવા, તા.૭
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી કલેક્ટર કચેરીના સભાખંડમાં સવારે ૧૧ વાગ્યે ડાંગ ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટિ (દિશા)ની બેઠક આયોજિત કરવામાં આવી છે.
વલસાડના સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોધને બહાલી આપવા સાથે અમલવારીની સમીક્ષા, અગત્યના પત્રો, પરિપત્રો, ઠરાવોનું વાંચન તથા પીએમકેજીએસવાયલ એનએસએપી, એનઆરડીડબ્લ્યુપી, પીએમકેએસવાય, આઇડબ્લ્યુએમપી, ડીડીયુજીજેવાય-ડીજીવીસીએલ, એસએસએ, આઇસીડીએસ, પીએમયુવાય, બીએસએનએલ, ડીડીયુ-જીકેવાય, એસબીએમજી, પીએમએવાય, લેન્ડ રેકર્ડ, ખેતીવાડી, આરોગ્ય, મધ્યાહન ભોજન, જળમાર્ગ વિકાસ પ્રોજેક્ટ, હાઇ વે પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી વિકાસ કૌશલ્ય યોજના, ઇ ગ્રામ, મનરેગા, મિશન મંગલમ, સિવિલ હોસ્પિટલ સહિતની પ્રજાલક્ષી યોજનાઓની ત્રિમાસિક કામગીરીની સમીક્ષા હાથ ધરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




