બજારમાં નકલી નોટ વટાવવાનો પ્રયાસ કરાતો હતો
સુરત, તા.૭
અમરોલી-નવા કોસાડ રોડ પર આવેલા રજવાડી પાર્ટી પ્લોટ પાસે સ્વીટ હોમના ત્રણ રસ્તા નજીક રૂ.૨૦૦૦ના દરની ભારતીય બનાવટની નકલી નોટો બનાવી ભારતીય અર્થતંત્રને ખોખલુ કરી નાંખવા ૮૬ હજાર રૂ.બજારમાં ફરતા કરતા હતા. તે દરમ્યાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી અને એક આરોપીને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવ્યો હતો. પોલીસે બનાવટી નોટો, મો.ફોન મળી કુલ ૧.૬ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ તાલુકાના કઠોદરા-ગઢપુર રોડ નવકાર પેલેસ ખાતે ઈશ્વરભાઈ જશમતભાઈ કાકડીયા, મોટા વરાચા રીવરકેન એપાર્ટમેન્ટ યમુના ચોક ખાતે અંકિત ધીરૂભાઈ લાઠીયા તથા વેલંજા ગામ આમદવાટીકા સોસાયટી ખાતે પ્રવિણભાઈ ચોપડા રહે છે. આ ત્રણેય આરોપીઓએ ભેગા મળી રૂ.૨૦૦૦ના ભારતીય બનાવટના દરની નકલી ૪૬ નોટો કિંમત રૂ.૮૬ હજારની બજારમાં ફરતી કરી ભારતીય અર્થતંત્રને ખોખલુ કરી નાંખવા માટે અમરોલી કોસાડ રોડ રજવાડી પાર્ટી પલોટ પાસે આવેલા સ્વીટ હોમના ત્રણ રસ્તા પાસે ભેગા થયા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી બે આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે ૨ હજારના દરની ૪૬ નોટો તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧.૦૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પ્રવિણ ચોપડાને વોન્ટેડ બતાવ્યો હતો અને આઈપીસી ૪૮૯ (ક) (ખ) (ગ) મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



