સુરતની ટ્રાલય કોર્ટે આપેલો ચુકાદો

0
12

પુખ્ત વયની અપરિણીત દિકરી પિતા પાસે ભરણ પોષણ માટે હકદાર છે
ત્રણ સંતાનોને માસિક રૂ.૨૫૦૦-૨૫૦૦ ચૂકવવા કોર્ટનો હુકમ
સુરત, તા.૭
ભટાર ખાતે રહેતી પરિણીતાની બે પુખ્તવયની બે પુત્રીઓને ભરણ પોષમ પેટે ૨૫૦૦-૨૫૦૦ તથા એક સગીર પુત્રને ૨૫૦૦ માસિક ચૂકવવાનો ટ્રાયલ કોર્ટે હુકમ કર્યો હતો. અરજદાર અંજનાબેન ભરખડા તરફે એડવોકેટ પ્રિ­તિબેન જાષીએ દલીલો કરી હતી.
આ કેસની વિગતો એવી છે કે, ભટાર ખાતે અંજનાબેન ભરખડા રહે છે. તેમના લગ્ન ૧૯મી મે ૧૯૯૪માં સુરત ખાતે થયા હતા. લગ ન બાદ તેઓને સંતાનમાં બે પુત્રીઓ તથા એક પુત્ર છે. હાલમાં બે પુત્રીઓ પૈકી મોટી પુત્રી ૨૨ તથા નાની પુત્રી ૨૦ અને પુત્રની ઉંમર ૧૫ વર્ષની છે. રાજેશ ભરખડા અને તેની પત્ની અંજનાબેન ભરખડા વચ્ચે વારંવાર ઝઘડાઓથયા કરતા. નાની નાની બાબતોમાં થઈ રહેલા ઝઘડાથી કંટાળી ગયેલી પત્ની અંજનાબેન પોતાના ત્રણેય સંતાનોને લઈને પિયરમાં આવી ગયા હતા. જ્યાં તેમણે એડવોકેટપ્રિ­તિબેન જાષી દ્વારા ભરણ પોષણ માટેની એક અરજી કરી હતી. જે અરજીની સુનાવણી બાદ ટ્રાયલ કોર્ટે ત્રણેય સંતાનોને ૨૫૦૦-૨૫૦૦ રૂપિયા દર મહિને ભરણ પોષણ પેટે ચૂકવી આપવાનો રાજેશ ભરખડાને હુકમ કર્યો હતો. અદાલતે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, અપરિણીત પુખ્ત પુત્રીઓ પણ તેના પિતા પાસે ભરણ પોષણ મેળવવા હક્કદાર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY