સાગબારા પોલીસ સ્ટેશનમાં નસો કરી ફરજ બજાવતા તત્કાલીન પી.એસ.ઓ ને 6 મહિનાની કેદ 1000 દંડ

0
83

રાજપીપળા એડિશન સેસન્સ કોર્ટ દ્વારા આજે જજમેન્ટ અપાયું

રાજપીપળા : નર્મદા જિલ્લા ના સાગબારા પોલીસ સ્ટેશન માં દારૂ પી નસો કરી ફરજ પર આવતા પી.એસ.ઓ સામે પોલીસ આધિકારીએ કેશ કરતા જે કેશ આધારે સરકારી વકીલ ની દલીલ ને ધ્યાને રાખી રાજપીપળા એડિશન સેસન્સ કોર્ટ દ્વારા આજે જજમેન્ટ અપાયું

સાગબારા રહેતા અને સાગબારા પોલીસ સ્ટેશનમા પી.એસ.ઓ તરીકે ફરજ બજાવતા તત્કાલીન પી એસ ઓ ખોળા મહજી રાવળ 25 જૂન 1998ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા ત્યારે નસાની હાલત માં હતા ત્યારે તત્કાલીન પી.એસ.આઇ કે એમ યાદવ ત્યાં આવતા આ પીએસઓ ને નાસામાં ધૂત જોઈ ચોકી ઉઠ્યા હતા જેથી તેમને પંચો ની હાજરી માં પંચકયાસ કરી સરકારી દવાખાને લઇ જઈ મેડિકલ તપાસ પણ કરાવી અને જેની સામે ફોજદારી ગુનો નોંધ્યો હતો જે બાબતે રાજપીપળા એડિશન સેસન્સ કોર્ટ માં કેશ ચાલી જતા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની ધારદાર દલીલ થી નામદાર કોર્ટે આ પીએસઓ ને છ મહિના ની કેદ અને 1000 રૂપિયા દંડ ફટકારતા અન્ય નશેબાજો માં ફફડાટ ફેલાયો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY