સુરત, તા.૮ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લેપ્ટો.ના નોંધાયેલા દર્દીઓમાં સુરત જિલ્લામાં આ વર્ષે આજદિન સુધીમાં ૧૨, તાપીમાં ૧૫, નવસારીમાં ૧૪ અને વલસાડમાં ૦૫ લેપ્ટોસ્પાયરોસીસના કેસો નોંધાયા છે. જેમાં નવસારી જિલ્લાના ૧૪ દર્દીઓ પૈકી ૧૧ દર્દીઓને તેમજ અન્ય જિલ્લાઓમાં હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. લેપ્ટો.ના કારણે નવસારી જિલ્લામાં આજદિન સુધીમાં ૦૨ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે આ ચારે જિલ્લાના ૯૦૩૭૨ ઘરોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા લેપ્ટો.નો સર્વે કરાયો છે. જેમાં તાવના ૨૦૨૪૨ કેસોમાં કેપ. ડોક્સીસાયક્લીન દવા આપવામાં આવી છે, એમ વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓની યાદીમાં જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




