ન્યુ દિલ્હી,
યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર અને કોંગ્રેસના ચાણક્્ય ગણાતા અહેમદ પટેલે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવા આવેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી સાથે રવિવારે મુલાકાત કરી.
તેમની મુલાકાત એટલી રસપ્રદ માનવામાં આવી રહી છે કે કેમકે અત્યાર સુધી કોંગ્રેસની અધ્યક્ષતામાં વિપક્ષી એકજૂટતા પ્રત્યે મમતા બેનર્જીએ વધારે રસ દાખવ્યો નહીં. એ પણ કહેવામાં આવે છે કે રાહુલ ગાંધીને વિપક્ષના નેતા માનવા માટે પણ મમતા બેનર્જી તૈયાર નથી.
તેમણે તેલંગાણાના મુખ્યમંત્રીએ ચંદ્રશેખર રાવ સાથે મળીને બિન ભાજપી અને બિન કોંગ્રેસી, ફેડરલ ફ્રન્ટ બનાવવાની વકાલત કરી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



