કમિશનર ઓફિસમાં વેપારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

0
35

અમદાવાદ,તા.૩૦
ઇસનપુરના વેપારીએ બપોરે પોલીસ કમિશનર ઓફિસમાં જંતુનાશક દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેની દુકાનમાં ચોરી થઈ હતી અને તેના ભાઈઓએ જ ચોરી કરી હતી તેની ફરિયાદ ઇસનપુર પોલીસે ન લેતાં તેને આ પગલું ભર્યું હતું. વેપારીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું ડોકટરોએ જણાવ્યું છે.
ઇસનપુર વિસ્તારમાં રહેતા જયમીન જગડની દુકાનમાંથી ૨૦ નવેમ્બરે ચોરી થઈ હતી. વેપારીનો આક્ષેપ છે કે તેના ભાઈઓએ દુકાનમાંથી ચોરી કરી હતી. ચોરીની ફરિયાદ નોંધાવવા માટે તેઓ ઇશનપુર પોલીસ સ્ટેશન ગયા હતા પરંતુ પોલીસે ફરિયાદ લીધી ન હતી
આજે વેપારી અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસે ગયા હતા. જ્યાં તેઓની ફરિયાદ ન સાંભળવામાં આવતા પોલીસ કમિશનર બહાર ગયા. બહાર જ ઝેરી દવા પી લીધી.દવા પી લેતા કમિશનર ઓફિસમાં દોડધામ મચી. વેપારીને તાત્કાલિક પીસીઆર વાનમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY