ન્યુ દિલ્હી,તા.૪
વિરાટ કોહલીએ સાઉથ આફ્રિદામાં ભલે રનોનો ઢગલો ખડકી દીધો, પરંતુ ટીમ ઈન્ડિયાને ટેસ્ટ સિરીઝ ગુમાવવી પડી. વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડમાં રન, બનાવ્યા પરંતુ તે છતાં ટીમ ઈન્ડિયા સિરીઝ જીતી શકી નહી. હવે વારો છે ઓસ્ટ્રેલિયાનો અને તે સત્ય છે કે, માત્ર વિરાટ કોહલીના રનથી ટીમ ઈન્ડિયાને જીત મળવાની નથી. ઓસ્ટ્રેલિયામાં જીતની ચાવી છે ટીમ ઈન્ડિયાના બોલર્સ, જે ૨૦ વિકેટ લઈને ભારતને ઐતિહાસિક જીત અપાવી શકે છે. જાકે, આના માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પણ શાનદાર પ્રદર્શન કરવો પડશે, જેથી બોલર્સને ૨૦ વિકેટ લેવાનો આધાર મળી શકે.
કે.શ્રીકાંતે મીડિયાને જણાવ્યું હતુ કે, રમત સંપાદક વિમલ કુમાર સાથે વાતચીતમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેઓ કહે છે કે, પરંપરા રહી છે કે, અમે ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન માટે પોતાના બેટ્સમેનો પર નિર્ભર રહ્યા છીએ. જાકે, હવે તસવીર બદલાઈ ગઈ છે. હવે ઓસ્ટ્રેલિયામાં જીત માટેની કડી બોલર્સ હશે.
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન કાર્લ હૂપરે પણ વિમલ કુમારની વાતને યોગ્ય ગણાવી છે. તેમને નિવેદન આપ્યું છે કે, ભારતીય બેટ્સમેનોએ ઈંગ્લેન્ડમાં નિરાશાજનક પ્રદર્શન કર્યો હતો. હું ૬૦૦-૭૦૦ રનોની વાત કરી રહ્યો નથી પરંતુ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને પ્રથમ ઈનિંગમાં ઓછામાં ઓછા ૪૦૦-૫૦૦ રન બનાવવા પડશે જેથી બોલર ૨૦ વિકેટ લઈને તમને ટેસ્ટ મેચ જીતાડી શકે.
ભારતે ઓસ્ટ્રેલિયામાં કિયારેય સિરીઝ જીતી નથી. ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયની ધરતી પર ૪૪ ટેસ્ટ મેચોમાંથી ૨૮માં હાર મળી છે. જ્યારે માત્ર ૭ મેચ ડ્રો કરાવવામા સફળતા મેળવી છે અને માત્ર ૫ ટેસ્ટ મેચ જીતી શકી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




