સિવિલ હોસ્પિ.ના બે નવા બિલ્ડિંગ તૈયાર, પીએમ મોદી ઉદઘાટન કરે તેવી શકિયતા

0
9

અમદાવાદ,તા.૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલમાં નવી બનેલ ડેન્ટલ હોસ્પિટલ અને આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે ૧૭મી ડિસેમ્બરના રોજ અમદાવાદ આવે તેવી શકીયતા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક મિટિંગ પણ યોજવામાં આવી હતી. જેમાં આપત્તિના સમયે કેવી રીતે પહોંચીવળાય અને જાનહાની ઘટાડી શકાય તે અંગે વિવિધ વિભાગના વડા, પોલીસ અધિકારી અને ફાયરના અધિકારીઓએ ચર્ચા કરી હતી.
સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ નવા કેટલાક બિલ્ડિંગ્સ તૈયાર થઇ રહ્યાં છે જેના ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે તેવી શકીયતાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે તેમણે જ વિવિધ બિલ્ડિંગોના શિલાયાન્સ કર્યા હતાં. તેથી ઉદ્ઘાટન પણ તેમના હસ્તે થાય તેવી ગોઠવણ કરવામાં આવી રહી છે. જા કે, તેઓ કિયારે આવશે તે અંગે કોઇ જ માહિતી હજી સુધી મળી શકી નથી.ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા સિવિલ હોસ્પિટલમાં બેઠક બોલાવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના વડા, પોલીસ ઇન્સ્પેક્ટર શાહિબાગ, ફાયરના અધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં કોઇ પણ આપત્તીને પહોંચીવળવા તંત્ર કેટલું સજ્જ છે અને હોસ્પિટલનો સ્ટાફ કેટલો સક્ષમ છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી જ સમયમાં ડેન્ટલ અને આઇ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તેવી શકીયતાઓ પણ વ્યક્ત થઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY